જૂનાગઢના બંધળા ગામે મહાદેવના મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. મહાદેવેદની મૂર્તિ પર લગાવેલું 8 કિલો ચાંદીનું થાળુંની ચોરી થતા વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, સવારે આરતીના સમયે મંદિરમાં આવતા મંદિરમાં ચોરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. મંદિરમાં આવતાની સાથે જ મંદિરના દરવાજાનો લોક તૂટેલો હતો. તેમજ ગર્ભ ગૃહમાં મહાદેવની મૂર્તિ પર આઠ કિલો ચાંદીનું થાળું ગુમ હતું. મોડી રાતના મંદિરમાં થયેલી આ ચોરીની ઘટનાને પૂજારીને જાણ થતા પૂજારીએ ગામના સરપંચ, ઉપસરપંચ અને વંથલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બંધળા ગામે થયેલી ચોરી બાબતે ડીવાયએસપી ઠક્કરે જણાવ્યું હતું કે, 8 કિલો વજનનું અંદાજે ₹2,90,000ની કિંમતનું ચાંદીનું થાળું અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જે બાબતે પૂજારીએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.