મતદાન જાગૃતિ:જૂનાગઢ વિધાનસભામાં મહતમ મતદાન માટેના પ્રયાસ, જિલ્લા ચૂંટણી અધિકારીએ બુથ લેવલ અવેરનેસ ગ્રુપ્સ સાથે બેઠક કરી

જુનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

86 જૂનાગઢ વિધાનસભાના બુથ લેવલ અવેરનેસ ગ્રુપ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજે બેઠક યોજી હતી. જેમાં વિધાનસભા ચૂંટણી 2022માં જૂનાગઢ જિલ્લામાં મતદાન વધારવા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. કલેકટર રચિત રાજે બેઠકમાં યુવા, વૃદ્ધ, પીડબલ્યુડી એવા વિશેષ જૂથોને લક્ષ્ય બનાવી સમગ્ર જિલ્લામાં ચાલતી મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અમારું મુખ્ય લક્ષ્ય મહત્તમ નાગરિકોને મતદાનમાં સામેલ કરવાનું છે.જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય તમામ વિભાગોના સંચિત પ્રયાસો સાથે અમે દરેક મતદાર સુધી પહોંચવા માટે સૂક્ષ્મ આયોજન સાથે આગળ વધી રહ્યા છીએ.ટાઉનહોલ, જૂનાગઢ ખાતે 86-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારની BAGS ટીમ સાથે સંક્ષિપ્ત બેઠક કરી હતી. જેમા તમામ આશા કાર્યકરો,આશા ફેસિલિટેટર્સ,આંગણવાડી કાર્યકરો,TLES, મહિલા SHG,CDPO સાથે મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને મતદારોને 1લી ડિસેમ્બરના રોજ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘરે-ઘરે જઈને તેમના પ્રયાસોની પ્રશંસા કરતી BAGS ટીમને સંબોધિત કરી હતી. આ બેઠકમાં BAGS ટીમના ફીડબેક દ્વારા ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં મતદારોમાં જાગૃતિ અને વિશ્વાસની સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી.

86-જૂનાગઢ વિધાનસભાનો ચૂંટણી ઇતિહાસ જોઈએ તો 2007માં 61.39 ટકા મતદાન,2012માં 62.7 ટકા,2017માં 60.59 મતદાન,2019 લોકસભામાં ૫૯ ટકા મતદાન નોંધાયું હતુ. છેલ્લી ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી સતત નીચી રહી છે, એ માટેના એક સંભવિત કારણ મતદાતામાં મતદાન માટે જાગૃતિનો અભાવ હોઈ શકે છે.જેને ધ્યાને લઈને જૂનાગઢ શહેરના શહેરી વિસ્તાર અને જૂનાગઢ ગ્રામ્યના ગામડાઓનો સમાવેશ કરીને ઓછા મતદાન મથકો પર મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓને લક્ષ્યાંકિત કરવા જણાવ્યું હતુ. ઇકો-ફ્રેન્ડલી બૂથ અને હેલ્થ બૂથ,એનિમલ બૂથ વગેરે જેવા નવીન બૂથ સાથે મતદારોને પ્રોત્સાહિત કરવા અને મતદારોમાં ઉત્સુકતાનું વાતાવરણ ઊભું કરવામાં આવશે...

અન્ય સમાચારો પણ છે...