આવેદન:રાજુલામાં ધારાસભ્યનાં આંદોલનનાં પડઘા જૂનાગઢ જિલ્લામાં પડ્યા

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં આવેદન આપી ધારાસભ્યની માંગને યોગ્ય ગણાવી

રાજુલામાં સરકારી જમીનને સામાજિક અને જાહેર જનતા માટેની સુખાકારી માટે ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે,જેના પડઘા જૂનાગઢમાં પડ્યાં છે. આહીર એકતા મંચે આવેદન આપી આ માંગને યોગ્ય ગણાવી છે. ધારાસભ્ય અંબરીષભાઈ ડેર રાજુલા શહેર ખાતે સરકારી જમીનને સામાજિક અને જાહેર જનતા માટેની સુખાકારી માટે ઉપયોગ કરવા આંદોલન કરી રહ્યાં છે.

ત્યારે જૂનાગઢ જિલ્લા આહીર એકતા મંચની ટીમ નાં મહામંત્રી રવિભાઈ જાખોત્રા, જિલ્લા મેડિકલ સમિતિ પ્રમુખ ધવલભાઈ નંદાણીયા, જુનાગઢ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ જોગલ સહિતનાંએ આવેદન પત્ર પાઠવ્યું હતું, અને કહ્યું હતું કે, સરકારી રેલવેની જમીન સાવ ખાલી પડેલી છે ત્યાં જાહેર જનતા માટે જુદી -જુદી સુખાકારી માટે ઉપયોગ કરવો જોઇએ. પરંતુ રેલવે પોલીસ દ્વારા ધારાસભ્યની અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...