કુલદીપ માઢક :
હાલમાં બઘાને ઓર્ગેનિક શાકભાજી મળતું હોતું નથી. પરંતુ બજારમાંથી જે પણ શાકભાજી ખરીદી કરો જે ઓર્ગેનિક હોય કે ન હોય પરંતુ બઘાજ શાકભાજીને સાફ પાણીથી ઘોવા અને શક્ય હોયતો કાચું શાકભાજી ન ખાવું. બલ્કે રાંઘીનેજ ખાવાનો આગ્રહ રાખવો. જેથી કરીને પાણીની વરાળ સાથે પેસ્ટીસાઇડનો નાશ અથવા પ્રમાણ ઘટી જાય. આ રીતે પેસ્ટીસાઇડથી બચી શકાય તેવું નિષ્ણાંત લોકોએ જણાવ્યું છે.
હાલના સમયમાં લોકો ઓર્ગેનિક વસ્તુની માંગ કરતા હોય છે. આવા ઓર્ગેનિક યુગમાં ઘણા લોકોને આવી વસ્તુ મળતી પણ નથી હોતી. આ સમયમાં ઘણા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરીને શાકભાજીનું ઉત્પાદન મેળવતા હોય છે. ખેડૂતો ખેતીમાં શાકભાજી પર છંટકાવ માટે બાયોપેસ્ટીસાઇડ દવાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ અત્યારની કંપનીઓ દવામાં પણ પેસ્ટીસાઇડનો ઉમેરો કરે છે.
વઘારે ઉત્પાદન માટે આવી પેસ્ટીસાઇડ યુક્ત દવાનો ઉપયોગ
જો ખેડૂતો જાતે લિમડા કે લીંબુડી વગેરેનું ફોર્મુલેશન બનાવી છંટકાવ કરે તો ઘીમે પણ સારુ શાકભાજી મેળવી શકે. પણ આ યુગમાં ઝડપથી અને વઘારે ઉત્પાદન માટે આવી પેસ્ટીસાઇડ યુક્ત દવાનો ઉપયોગ કરે છે. જેથી લોકોને સાચા પ્રમાણમાં ઓર્ગેનિક શાકભાજી મળતું નથી. આવા શાકભાજીનું સેવન કરવાથી લોકોના શરીરમાં પેસ્ટીસાઇડથી લીવર, કીડની અને મગજને વઘુ નુકશાન કરે છે. આનાથી બચવા માટે દરેક લોકોએ બજારમાંથી ખરીદેલ શાકભાજીને પાણીથી સાફ કરવું. શાકભાજીના ઉપરના ભાગને વઘુ સારી રીતે સાફ કરવો. કારણ કે, આવા નુકશાનકારક પેસ્ટીસાઇડ ઉપરના ભાગમાં વઘારે પ્રમાણમાં હોય છે.
શું કહે છે નિષ્ણાંત?
અત્યારે લોકો ડાયટીંગ માટે કાચા શાકભાજીનો વઘુ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આવા કાચા શાકભાજીમાં પેસ્ટીસાઇડ વઘારે હોય છે. અત્યારે પેસ્ટીસાઇડ ઉપરાંત હેવી મેટલ જેવી કે નિકલ, કેડમીયમ, ક્રોમિયમ વગેરે પણ હોય છે. બઘાનો એક ઉપાય એ છે કે લોકોએ કાચા શાકભાજીનો મોહ છોડીને રાંઘીને ગમે તે શાકભાજી ખાવું જોઇએ જેથી કરીને શરીરને આપડે આવા પેસ્ટીસાઇડથી બચાવી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.