રાજયોગ મેડીટેશન:જીવનમાં માત્ર ધન જ નહિ, લોકોની દુઆઓ પણ કમાવો

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્માકુમારી ઇશ્વરિય વિશ્વ વિદ્યાલયમાં મુંબઇના બીકે નેહાબેનનું મનનીય વકતવ્ય
  • વર્તમાન સમસ્યાના સમયમાં સહજ જીવનનો આધાર રાજયોગ મેડીટેશન છે

શહેરના ગિરનાર દરવાજા સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરિય વિશ્વ વિદ્યાલય ખાતે જ્ઞાનયોગ શિબીરનું આયોજન કરાયું હતું. આ શિબીરમાં છેલ્લા 35 વર્ષથી જ્ઞાનમાં સમર્પિત એવા ખાસ મુંબઇના ગામદેવી સેન્ટરના બ્રહ્માકુમારી નેહાબેને વિશેષ રીતે ઉપસ્થિત રહી પોતાનું મનનીય વકતવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમસ્યાના સમયમાં સહજ જીવન જીવવા માટે એકમાત્ર આધાર રાજયોગ મેડીટેશન છે. કોઇપણ બાબતે વિચારતા પહેલા પણ વિચારો.

કારણ કે, આપણા પ્રત્યેક વિચારની અસર સમગ્ર વિશ્વ પર થાય છે. ક્યારેક એવી પરિસ્થિતી આવે છે કે, વ્યક્તિ પોતાની તમામ શક્તિ, ધન, સંપત્તિ, સબંધો કામે લગાડે તો પણ સમસ્યામાંથી બહાર નિકળી શકતો નથી. આવા સમયે પરમાત્માની શક્તિ, મદદ અને જીવનમાં સારા કામો કરી મેળવેલી દુઆ- આશિર્વાદો જ કામ આવે છે અને વ્યક્તિ ઘેરા સંકટમાંથી પણ સહજ રીતે બહાર આવી જાય છે. માટે જીવનમાં માત્ર ધન જ નહિ દુઆઓ પણ કમાવો.

લોકો કહે છે ને કે ભગવાનથી તો ડર! ત્યારે ભગવાનથી નહિ ખરાબ કર્મોથી ડરવાનું છે. દરમિયાન બ્રહ્માકુમારી સેન્ટરમાં છેલ્લા 47 વર્ષથી સેવારત, રાજયોગના અભ્યાસી એવા ડો. અરવિંદભાઇ મઢવી કે જે બીકે નેહાબેનના લૌકિક પિતા હતા તેમની પુણ્યતિથીએ જૂનાગઢ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી દમયંતિ દીદી,બીનાબહેન અને તેમના લાૈકિક સગા સબંધીઓએ ડો. અરવિંદભાઇ મઢવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે ડો. અરવિંદભાઇની પુણ્યતિથીએ બ્રહ્માભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત બીકે ભાઇ, બહેનોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...