તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ:મનપામાં રસી માટે વહેલા તે પહેલા સવારે લાઇન, બપોરે સેન્ટર ખાલી

રસીકરણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવારે 10:00 કલાક - Divya Bhaskar
સવારે 10:00 કલાક
  • 10 સેન્ટર ઉપર માત્ર 200-200 લોકોને રસી અપાઇ, અનેક લોકોને પરત જવું પડ્યું

જૂનાગઢમાં 18 થી 45 વર્ષનાં લોકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે શહેરનાં 10 સેન્ટર ઉપર રસી અપાઇ હતી. રસીને લઇ યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ મર્યાદીત સંખ્યામાં રસી આપવામાં આવતી હોય યુવાનોમાં નિરાશા જોવા મળી હતી. 10 સેન્ટર ઉપર માત્ર 200 વ્યક્તિને જ રસી અપાઇ હતી.

બપોરે 1:00 કલાક
બપોરે 1:00 કલાક

વહેલા તે પહેલાનાં ધોરણે રસી આપવામાં આવી હતી. સેન્ટર ઉપર સવારથી યુવાનોની લાઇન લાગી હતી. બપોર સુધીમાં તો એક સેન્ટર ઉપર 200 લોકોએ રસી લઇ લીધી હતી. બપોર પછી સેન્ટર ખાલી થઇ ગયા હતાં. પ્રથમ દિવસે 2000 લોકોએ રસી લીધી હતી. ​​​​​​​10 સ્ટોલમાં રસી આપવાનો પ્રારંભ કર્યો છે. હાલ 200ને રસી આપવામાં આવે છે. હવે જેમ માંગ વધી જશે તેમ ધીમે-ધીમે વધારતા જશું. - તુષાર સુમેરા, કમિશ્નર

અન્ય સમાચારો પણ છે...