ઝુંબેશ આગળ વધી:પહેલા એક વીઘા જમીનમાં 12 કિલોગ્રામ બિયારણનું વેવાતર થતું હવે 25 કિલો બિયારણ પણ પરિણામ આપતું નથી

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન પથ્થર જેવી, પાણીની હાર્ડનેશ પણ વધી ગઈ

પ્રકૃતિક ખેતી માટે જૂનાગઢ જિલ્લાને દેશનો મોડેલ જિલ્લો બનાવવા માટેની ઝુંબેશ આગળ વધી રહી છે. પણ પડકારો અનેક એટલા માટે છે કે જેટલી પણ ચર્ચા થાય છે તેમાં પાણીની હાર્ડનેસ અથવા પાણી કેમ આટલું સત્વહીન બન્યું તેની ચર્ચા થતીજ નથી. ત્યારે પાણીની સ્થિતિ અંગે ગાય આધારિત ખેતીની સાથે જ્લક્રાંતિના ક્ષેત્રે પણ મોટું યોગદાન આપનારા પ્રગતિશીલ ખેડૂત પરસોતમ સીદપરાએ જણાવ્યું હતું કે, ખેતી સામે સૌથી મોટો પડકાર પાણી છે. કારણ કે, ખેતી અને પાણીનો સમન્વય થાય તો જ ખેતીના પરિણામ બદલી શકાય છે.

તેમણે જણાવ્યું હતું કે, એક સમયે કૂવાના પાણીથી ચા અને રસોઈ પણ બનતા હતા પણ હવે એ પાણીમાં ચા પણ બનતી નથી. તેનું કારણ શોધવાના બદલે આપણે આરઓ પ્લાન્ટ તરફ વળી ગયા. માણસ હંમેશા કોઈપણ સ્થિતિમાં તેનું કારણ શોધવા વિચારશીલ હોવો જોઈએ એ નથી થતું. તેનું પરિણામ આજે અપને ભોગવી રહ્યં છે. પહેલાના સમયમાં જ્યાં પાણી ઢોળાય ત્યાં જમીન ઉપર ઘાસ ઉગી નીકળતું હતું આજે ટેન્કર ભરીને પાણી છાંટો પણ ઘાસ ઉગતું નથી એનું કારણ પાણીની બદલાયેલી સ્થિતિ છે.

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ માત્ર જમીનને પથ્થર બનાવી એવું નથી. જ્યાં જ્યાં વરસાદ રૂપી અમૃતજલ વરસે એમાંથી 12 ટકા જેટલું પાણી પણ જમીનમાં ઉતરતુ નથી. બાકીનું પાણી વહી જાય છે એ જ્યાંથી વહી જાય છે ત્યાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરની હાજરી હોય છે. એ પાણી સાથે ભળે અને એ પાણી જળાશયોમાં ભરાય - નદીઓમાં વહે - છેલ્લે દરિયામાં ભળી જાય. એનો અર્થ એ થયો કે જળાશયોમાં પાણીની સાથે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ભરેલી છે.

સમગ્ર જીવસૃષ્ટ્રિ જેના ઉપર નિર્ભર છે તે પાણી જ દુષિત બન્યું છતાં અપને હજુ જાગ્યા નથી. એટલે આવનારો સમય ખુબ કપરો રહેશે જો આપણા સંતાનોને વારસામાં પાણી નહીં આપીએ તો તેનું જીવન શક્ય બનશે નહીં. આજના પાણીની સ્થિતિ એ છે કે જે 1 વીઘા જમીનમાં વાવેતર માટે 10 થી 12 કિલો બિયારણની જરૂર પડતી ત્યાં આજે 25 કિલો બિયારણ વાવવું પડે છે. એટલે એક વીઘા દીઠ બિયારણનો ખર્ચ રૂ. 12 કે તેનાથી વધુ વધ્યો છે છતાં ઉત્પાદન મબલખ થતું નથી.

સંગ્રહાયેલું પાણી ગમે તેટલું જમીન ઉપર છાંટો ઘાસ ઉગતું નથી. પણ 1 ઇંચ વરસાદમાં જમીન ઉપરનું જે બિયારણ છે તે ઉગી નીકળે છે તેનું કારણ વરસાદી પાણીની સોફ્ટનેશ છે. જયારે પૃથ્વી ઉપર સંગ્રહાયેલું જળ 'જડ " બની ગયું છે એવી સ્થિતિમાં પ્રકૃતિક ખેતી માટે સૌથી પહેલી જરૂરિયાત તો પાણી જ છે. એટલે તેની હાર્ડનેશ ઘટાડવી પડશે નહીંતર પ્રાકૃતિક ખેતી માટે થતી મહેનતનું પરિણામ મળી શકશે નહીં.

બાકસના ખોખામાં ભરાય તેટલું રજકાનું બી વાવો તો 5 કરમ જેટલું ઉગી નીકળતું !
જીવસૃષ્ટ્રિનો આધાર જ પાણી છે એક સમયે ખેતી સમૃદ્ધ એટલે હતી કે એમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ભળી ન હતી. એ સમયે એક બાકસના ખોખામાં સમય તેટલું રજકાનું બિયારણ વાવો તો 5 કરમમ ઉગી નીકળતું. એટલે કે 25 ફૂટ જમીનમાં રજકો ઉગતો હતો્. હવે એ બિયારણ તેના કરતા 4 ગણું વાવો તો ધરતી લીલી થતી નથી. એ સ્થિતિને સમજવા માટે બે છોડનો ઉછેર સોફ્ટ પાણીથી કરો અને 2 છોડનો ઉછેર તમે જે પાણી વાપરો છો તેનાથી કરો. સત્ય સમજાઈ જશે.

અન્ય સમાચારો પણ છે...