તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર સતર્ક:હોટેલ, ધાબા, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસમાં પાર્ટી પર બાજ નજર

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 31 ડિસેમ્બરને લઇ જૂનાગઢ પોલીસ તંત્ર સતર્ક બન્યું

કોરોના સંક્રમણ ચાલુ હોય 31 ડિસેમ્બરના પાર્ટી કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા વ્યાપક ચેકીંગ કરવામાં આવશે. જો પાર્ટી કરતા પકડાયા તો કાનુની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને લઇ રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને અેસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણીના નામે રોડ પર, પાર્ટી પ્લોટમાં, ફાર્મ હાઉસમાં, હોટલોમાં, ધાબામાં પાર્ટીના આયોજન કરનાર તેમજ આવી પાર્ટીમાં ભાગ લેનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

. જ્યારે દારૂ પી વાહન ચલાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે શહેર અને તાલુકાના મહત્વના તમામ પોઇન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરાશે. જ્યારે દારૂના બુટલેગરો સામે પણ વોચ રાખવામાં આવશે અને જરૂર પડયે કેસ કરાશે. આ ઉપરાંત જૂનાગઢ શહેર અને આજુબાજુ વિસ્તાર સહિત મેંદરડા, વિસાવદર, સાસણ વગેરે વિસ્તારના ફાર્મ હાઉસ પર પણ પોલીસની બાજ નજર રહેશે. જિલ્લાની શરૂ થતી અને પુરી થતી હદ પર ચેકપોસ્ટ બનાવી વ્યાપક ચેકીંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો