ઝુંબેશ:જિલ્લાના શ્રમિકો માટે ઇ-શ્રમ કાર્ડ યોજનાની કામગીરી શરૂ

જૂનાગઢ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોજનાના લાભાર્થીઓને અકસ્માત વિમામાં બે લાખની સહાય મળશે

જૂનાગઢ જિલ્લામાં અસંગઠિત શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ યોજના હેઠળ આવરી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા નોંધણી માટે યોજના અમલી બનાવેલ છે. આ યોજનાથી શ્રમિકોને અકસ્માત મૃત્યુ વીમામાં રૂા. 2 લાખ અને અન્ય રૂા. 1 લાખ વીમા સ્વરૂપે સહાય મળવાપાત્ર રહેશે. અને ભવિષ્યમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા તમામ સામાજિક સુરક્ષાના લાભો શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ મારફત મળવાપાત્ર છે.

દરેક જિલ્લામાં સરકાર દ્વારા ઝુંબેશના ધોરણે અસંગઠિત શ્રમિકોની નોંધણી તમામ ગ્રામ પંચાયતોમાં, તાલુકામાં મામલતદાર કચેરી જનસેવા કેન્દ્રમાં, નગરપાલિકાના જનસેવા કેન્દ્રમાં, મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્રમાં તથા તમામ સસ્તા અનાજના દુકાનદાર મારફત કરવામાં આવી રહી છે. આ કાર્ડની કઢાવવા ઇચ્છુક શ્રમિકોએ આધારકાર્ડ, બેંક પાસબુકની સાથે જરૂર પડશે. તેવું જૂનાગઢ જીલ્લા મદદનીશ શ્રમ આયુક્તની યાદીમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...