ફરિયાદ:મજેવડીમાં ડમી કાગળો ઉભા કરી ખેતી- વાડીમાં વીજકનેક્શન મેળવી લીધું

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનના વારસદારોને અંધારામાં રાખ્યાં, ફરિયાદ

જૂનાગઢ પંથકના મજેવડીમાં રહેતાં વિપુલભાઈ બાબુભાઇ ધાડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,વિપુલ અને હસમુખ પ્રેમજીભાઈ ધાડિયા તથા વારસદારોની સંયુક્ત માલિકીની જમીનમાં હસમુખે વીજકનેશન મેળવવા માટે ખોટું સંમતિપત્ર, સોગંધનામું તૈયાર કરી લીધું હતું તેમજ વિપુલ અને તેમના પરિવારના સભ્યનો એમ 5 વ્યક્તિની ખોટી સહી કરી લીધી હતી અને પોતાની રીતે નોટરી કરાવી આ કાગળો ડમી હોવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી વીજકનેક્શન મેળવી લીધું હતું.જેમની જાણ વિપુલભાઈને થતા સીધા જ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં હસમુખ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

જયારે અન્ય એક બનાવમાં જૂનાગઢમાં રહેતાં નરેન્દ્રભાઈ કિશનચંદ્ર મુલચંદાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર નીરજ ઉર્ફે ટાર્ઝન નામના શખ્સે નરેન્દ્રભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ શો પીસ ડ્રેસ બળજબરી પૂર્વક કઢાવી લીધો હતો.જેથી નીરજ વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...