રાજ્યમાં ઠંડીએ વિદાય લીધી હોય અને તાપમાન વધી રહ્યું છે ત્યારે આ મિશ્ર ઋતુના લીધે લોકો સ્વાસ્થ્યને લઈ હેરાન પરેશાન થયા છે. બપોરના સમયે સામાન્ય ગરમી અને પરોઢે ફૂલગુલાબી ઠંડીનો મિશ્ર ઋતુમાં નો અનુભવ થતા લોકો રોગનો ભોગ બની રહ્યાં છે. આ મિશ્ર ઋતુના લીધે તાવ, શરદી, ઉધરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે.
આ બાબતે જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મિશ્ર ઋતુની શરૂઆત થઈ છે. સવારમાં શિયાળા જેવું વાતાવરણ, બપોર વચ્ચે તડકો કે ઉનાળા જેવું વાતાવરણ જોવા મળે છે. આ મિત્ર ઋતુના પ્રભાવના લીધે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે જોવા મળે છે. જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં એક મહિનામાં 3500 થી 4000 જેટલા કેસો નોંધાયા છે. જુનાગઢ કોર્પોરેશન એરિયામાં 5% થી 7% જેટલો વધારો જોવા મળ્યો છે. રોજની 150 જેટલી ઓપીડી અર્બન હેલ્થ સેન્ટરોમાં નોંધાય છે.
સામાન્ય રીતે જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે હોય છે જે બાળકો અને વૃદ્ધોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વધતી જતી વાયરલ ઇન્ફેક્શનની પરિસ્થિતિને પહોંચી વળવા અને સ્વાસ્થ્ય સુધારા રૂપ રાખવા સાવચેતીના પગલાં રૂપે માસ્ક નો ઉપયોગ વાયરલ ને ફેલાવતો અટકાવવા ઘણો જરૂરી છે. ધૂળ અને વત્તા વાયરલ ઇન્ફેક્શનને અટકાવવા માટે માસ્ક ખૂબ જરૂરી છે. તેમજ સ્વાસ્થ્ય જાળવણી અને સ્વરક્ષણ માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી હાલના સમયમાં ખૂબ જરૂરી છે. જે કઠોળ, શાકભાજી,લીલોતરી, ફળોનો ખોરાકમાં ઉપયોગ કરવાથી વધુ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ઘરગથ્થુ ઉપચાર ,હળદર ,આદુ, ફુદીનો, તુલસી આ તમામનો ઉપયોગ કરીને પણ રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.