પરિવારના અહમના કારણે કોર્ટ મેટર બની હતી પરંતુુ મામલો પોલીસ સુધી પહોંચતા ડિવાયએસપીની સમજાવટથી બન્ને પક્ષો છૂટાછેડા આપવા સમંત થયા હતા. આ અંગે મળતી વિગત મુજબ કડિયાવડમાં રહેતા એક પરિવાની દિકરીના ત્રણેક વર્ષ પહેલા જ્ઞાતિના જ યુવક સાથે લગ્ન થયા હતા. થોડા સમય બાદ સાસરિયા તરફથી ત્રાસ વધી જતા દિકરી પિયર આવી ગઇ હતી. ત્યાર બાદ સાસરિયા તેડવા પણ આવ્યા ન હતા. ત્યારે હવે ઘરસંસાર ચાલે તેમ ન હોય સમાજના આગેવાનોની હાજરીમાં છૂટાછેડા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ સાસરિયા વાળા એકના બે ન થતા પોલીસની મદદ મંગાઇ હતી.
આ અંગેની જાણ થતા ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ મહિલા પીઆઇ કિરણબેન કરમટા અને સ્ટાફને મોકલી બન્ને પક્ષોને ભેગા કરી પોલીસની ભાષામાં સમજાવ્યા હતા. ખાસ કરીને રૂપિયા કરતા બન્ને સંતાનોની જિંદગી કિંમતી હોય બન્ને કુટુંબને અહમ છોડી દિકરા- દિકરીના ભવિષ્યને સુધારવાની તક આપવા સમજાવતા બન્ને પક્ષો બાંધછોડ કરવા તૈયાર થયા હતા. બાદમાં દિકરીને સ્ત્રી ધન પરત અપાવી, ખર્ચ પટે બન્ને પક્ષે રકમ નક્કી કરી છૂટાછેડા આપવા સંમત થયા હતા. આમ, પોલીસની સમજાવટથી દિકરા- દિકરીનો સંસાર બગડતો અટકયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.