દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસી વિદેશી પ્રવાસીનું આગમન ગુજરાતના અનેક પાણી વિસ્તારો કે જ્યાં પાણી અમુક સમય સુધી ભરાઈ રહે અથવા બંધારા (વેટલેન્ડ) હોય છે કે જ્યાં પાણીમાં જૈવ વિવિધતા સમુદ્ધ હોય એવી જગ્યા પર વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. સમગ્ર ભારત દેશમાં આવી અનેકો જગ્યાઓ હોય છે જ્યાં શિયાળાની શરૂઆતમાં આવો ભવ્ય નજરો દેખાતો હોય છે. જેની વૈજ્ઞાનિક અભિગમથી તપાસ થવી જરૂરી છે. ગીર-સોમનાથ જીલ્લામાં અનેક જગ્યાઓ પૈકી સોડવ બંધારો (સોડવ માતા મંદિર-વેલણ) તથા બરડા બંધારો (બરડા ગામ) આવેલો છે જ્યાં વરસાદી પાણી ચોમાસાથી લઇ ને છેક ઉનાળાની શરૂઆત સુધી રહેતું હોય છે (જેને અસ્થાઈ પાણીનો બંધારો તરીકે ઓળખાય છે). ત્યાંત્યાં દરવર્ષે શિયાળામાં અનેક વિદેશી પક્ષીઓ આ જગ્યાના મહેમાન બનતા હોય છે.
ત્યારે એ પાછળનું વિજ્ઞાનિક કારણ શું હોઈ શેકે તેનો અભ્યાસ મહિલા સાયંસ કોલેજ –કીડીવાવના પ્રિન્સીપાલ નીકુલ ચાવડા તથા એમના વિદ્યાર્થીઓ દ્વારા પાણીના નમુનાઓનું વિજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું. આ પાણીના નમુના પર ૧૫ પ્રકારના ભૈતિક-રસાયણિક વિશ્લેષણ પરિક્ષણ તથા શુક્ષ્મ જૈવિક પરિક્ષણ અને સાથો-સાથ પ્લેકટોન વિવિધતાનોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એક વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યા બાદ ભૈતિક-રસાયણિક વિશ્લેષણ પરથી જાણવા મળ્યુ કે, આ પાણીમાં ક્ષારનું પ્રમાણ થોડું વધારે છે.
સીધા ખેતી માટે ઉપયોગ હિતાવહ નથી. એ ઉપરાંત બેન્ને બંધારાના પાણીમાં જૈવિક બેક્ટેરિયાનું પણ સારું પ્રમાણ જાણવા મળેલ છે. પરંતુ વિદેશી પક્ષીઓ આ બંને બંધારા પર આવતા હોવાનું મુખ્ય કારણ પાણીમાં રહેલી પ્લેકટોનીક વિવધતા છે. જેમાં ફયાયટોપ્લેન્કટોન અને ઝોપ્લેન્કટોનનો સમાવેશ થાય છે. જે માછલી તેમજ અન્ય પક્ષીઓ માટે ખોરાક પૂરો પાડે છે. આમ એક પોષણ-કડીની રચના થાય છે જે વિદેશી પક્ષીઓને રહેઠાણ ઉપરાંત ખોરાક પણ પૂરું પડતા હોય પક્ષીઓ આ બંધરા તરફ વધારે આકર્ષાય છે.
વેલણ બંધારાના વૈજ્ઞાનિક અભ્યાસ દરમિયાન 31 પ્રકારના ફયાયટોપ્લેન્કટોની જાતી (17 અલગ- અલગ કુળના) મળી આવ્યા. જે પાણીમાં ખોરાકના પ્રાથમિક ઉત્પાદકો છે તેમજ 10 પ્રકારના ઝોપ્લેન્કટોનની જાતી (7 અલગ- અલગ કુળના) મળી આવ્યા હતા. જે માછલી તેમજ પક્ષીઓ માટે ખોરાક છે, જયારે બરડા બંધારો (બરડા ગામ) વૈજ્ઞાનિક અભ્યાસ દરમિયાન 13 પ્રકારના ફયાયટોપ્લેન્કટોની જાતી (10 અલગ- અલગ કુળના) મળી આવ્યા.
જે પાણીમાં ખોરાકના પ્રાથમિક ઉત્પાદકો છે તેમજ 15 પ્રકારના ઝોપ્લેન્કટોનની જાતી (12 અલગ- અલગ કુળના) મળી આવ્યા હતા. જે માછલી તેમજ પક્ષીઓ માટે ખોરાક છે. આમ જો વૈજ્ઞાનિક અભિગમથી જોઈએ તો પક્ષીઓ માટે આવી જગ્યાઓ ખોરાક અને રહેઠાણ પૂરું પડતા હોવાથી તેમજ અહી પક્ષીઓ પર કોઈ પણ પ્રકારનો ખતરો ન હોવાથી અનેકો પક્ષીઓ અહીના મહેમાન બને છે. જો તમે પક્ષી પ્રેમી છો તો અચૂક તમારે આ બંધારાની મુલાકાત લેવી જોઈએ. આ ઉપરાંત જો આપણે એવું ઇચ્છીએ છીએ કે આ સમૃદ્ધી જળવાઈ રહે તો આપને જરૂર આવા કુદરતી સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ. કારણકે, સીધી કે આડકતરી રીતે સમગ્ર જૈવિક સમાજ એકબીજા સાથે જોડાયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.