મુશ્કેલી:મનપામાં અનેક ખાલી જગ્યાના કારણે લોકોના કામ થતા નથી

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનેટરી ઇન્સ્પેકટર, પર્યાવરણ ઇજનેર, સેનીટેશન અધિકારી નથી

જૂનાગઢ મહાનગરપાલિકામાં અનેક જગ્યાઓ વર્ષોથી ખાલી છે. આ જગ્યા પર ઇન્ચાર્જથી ગાડું ગબડાવાય છે પરિણામે લોકોના કામ થતા નથી. ત્યારે આવી જગ્યા પર કાયમી નિમણુંક કરવા રજૂઆત કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ કમિશ્નર રાજેશ તન્નાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, મનપામાં સેનેટરી ઇન્સ્પેકટર, પર્યાવરણ ઇજનેર, સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ વગેરેની જગ્યા ખાલી છે. અહિં માત્ર ઇન્ચાર્જ થી કામગીરી ચલાવાઇ છે.

પરિણામે સફાઇ બાબતોની અનેક ફરિયાદોનો ઉકેલ આવતો નથી. વળી હાલ મનપાના કાર્યપાલક ઇજેનેર, વાહન વ્યવહાર અધિકારી, હાઉસટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ નિવૃત્ત થયા છે જેની જગ્યા ભરાઇ નથી. મનપા દ્વારા ઇન્ચાર્જ તરીકે જેને જવાબદારી સોંપાઇ છે તેને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી મંજૂરી મળી નથી. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...