તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સાહ નો તહેવાર:શહેરમાં ઓછા સ્ટોલનાં કારણે શનિવારે જ ફટાકડા ખલ્લાસ, લોકોએ મનમૂકીને ખરીદી કરી તહેવારને મનાવ્યો

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં અનેક સ્થળોએ ફટાકડાના નાના, મોટા સ્ટોલ લાગ્યા હતા. જોકે, શનિવાર બપોર બાદ મોટા સ્ટોલમાં ફટાકડા ખલ્લાસ થઇ ગયા હતા.લોકોએ મનમૂકીને દિવાળી તહેવારની ઉજવણી કરવા માટે ફટાકડાની ધૂમ ખરીદી કરતા આ સ્થિતી નિર્માણ પામી હતી. ચાલુ વર્ષે કોરોનાના કારણે તમામ તહેવારોની ઉજવણી થઇ શકી ન હતી. બાદમાં દિવાળીમાં એક માત્ર તહેવાર ઉજવી શકે તે માટે સરકારે આપેલી મંજૂરી બાદ લોકો તહેવારને ઉજવા માટેની પુરતી તૈયારી કરી લીધી હતી.

દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ ફટાકડાનાં સ્ટોલ લાગ્યા હતાં. તેમા પણ મોટા સ્ટોલમાં સસ્તા ભાવે ફટાકડા વેંચાતા હોય ગ્રાહકોની લાઇન લાગી હતી. દરમિયાન શનિવારે બપોર બાદ જ મોટા તમામ સ્ટોલમાં ફટાકડા સ્ટોક ખલ્લાસ થઇ ગયો હતો. પરિણામે અનેક લોકોને ફટાકડા લેવા માટે અહીંતહી ભાગવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો