તાલીમ શીબીર:બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના 75 છાત્રોને ડ્રોન ઉડાડવાની તાલીમ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇનોવેશન ક્લબ અંતર્ગત ટેલીસ્કોપ, રોબોટ જેવા વૈજ્ઞાનિક સાધનોની 4 દિવસીય તાલીમ શીબીર

વિજ્ઞાનમાં સ્નાતક ભણતા કોલેજીયનોને આધુનીક સાધનોના ઓપરેટીંગની તાલીમ મળી રહે એ માટે જૂનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજમાં ઇનોવેશન ક્લબ નામના નવા પ્રકલ્પ હેઠળ 4 દિવસીય તાલીમ શીબીર યોજાઇ હતી.બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે ગુજરાતના શિક્ષણ વિભાગના નવા પ્રકલ્પ 'ઈનોવેશન કલબ' અંતર્ગત આધુનિક વૈજ્ઞાનિક સાધનોની 4 દિવસીય તાલીમ શિબિર યોજાઇ હતી.

જેમાં ગુજકોસ્ટના સહયોગથી એક હાઈટેક સાયન્સ તાલીમ અપાઇ રહી છે. અત્યંત આધુનિક એવા ટેક્નોલોજીકલ વૈજ્ઞાનિક સાધનોની તાલીમનો પ્રારંભ જાણીતા શિક્ષણવિદ્દ ગીજુભાઈ ભરાડ દ્વારા કરાયો હતો. આ તકે કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજેશ પી. ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજીથી સજ્જ થઈ રાષ્ટ્રની સેવા કરવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો. મનીષ જાની દ્વારા કરાયું હતું.

આ તાલીમ સરકાર નિયુક્ત ઈજનેર અલ્પેશભાઈ મારુએ આપી હતી. જેમાં 75 વિદ્યાર્થીઓને રોબોટીક, ટેલિસ્કોપ, ઇલેક્ટ્રોનિક અને ડ્રોન જેવા સાધનોનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરી શકાય એની તાલીમ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...