તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:શેરગઢ પાસે બાઇક પુલ પરથી નદીમાં ખાબકતાં ચાલકનું મોત

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સવાર સુધી ઘેર ન પહોંચતાં ભાઇ શોધવા નિકળ્યો, ને ખબર પડી

કેશોદના શેરગઢ પાસે રાત્રિના સમયે બાઇક પુલ પરથી નદીમાં ખાબકતાં ચાલકનું માથામાં ગંભીર ઇજાને લીધે ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. કેશોદના શેરગઢમાં વાડી વિસ્તારમાં રહેતા કિશોરભાઇ જેસાભાઇ કાનાણી ગત તા. 22 માર્ચે રાત્રે બાઇક પર ગામમાં જવા નિકળ્યા હતા. ત્યારે રસ્તામાં અજાબ જતા રસ્તે ખડખડિયા નદીના પુલ પરથી કિશોરભાઇની બાઇક નદીમાં ખાબકી હતી. આથી તેમના માથામાં ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું.

સવાર સુધી તેઓ ઘેર પાછા ન ફરતાં તેમનો પુત્ર વિશાલ તેના કાકા નામુભાઇ દાનાભાઇ કાનાણી (ઉ. 38) ની વાડીએ જઇ વાત કરતાં બંને કિશોરભાઇને શોધવા નિકળ્યા હતા. અને ખડખડિયા નદીના પુલ નીચે બાઇક પડેલી જોતાં ત્યાં જોતાં બાજુમાંજ કિશોરભાઇ પણ જોવા મળ્યા હતા. અને તેમના માથામાં ગંભીર ઇજા હોઇ કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો