તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ખલીલપુર રોડ, જોષીપરા વિસ્તારમાં તળ ડુકતા પીવાના પાણીની સમસ્યા

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મુરલીધર સોસાયટી-1માં 10દિવસે પાણી વિતરણ, લોકોમાં રોષ ફેલાયો

જૂનાગઢમાં દર વર્ષની જેમ ઉનાળાના મધ્ય ભાગે પાણીની સમસ્યા જ જોવા મળી રહી છે. શહેરના ખલીલપુર રોડ પર છેલ્લા વીસેક  દિવસથી પાણીના સ્ત્રોત ડુકી જતા વિકટ સમસ્યા જોવા મળી રહી છે. આ અંગે લલિતભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની જીનીયસ સ્કૂલ, પાવન પાર્ક, ધનલક્ષ્મી, સિદ્ધિ વિનાયક 1-2, પૂજા પાર્ક સહિતની સોસાયટીમાં પાણીની સમસ્યા વિકટ બની છે.  હાલ આદિત્યનગર પમ્પિંગમાં 1 પાણીની મોટર ચાલુ છે, બાકી 3 મોટર બંધ છે. આ વિસ્તારમાં પાણીની ટાંકી મુકવા મનપામાં અરજી કરવામાં આવી છે. તો બીજી તરફ શહેરના જોષીપરાની મુરલીધર સોસાયટી-1 માં 8-10 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. 
8-10 દિવસે માત્ર 15 થી 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે
આ વિસ્તારના  રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહી માત્ર ઉનાળામાં જ નહિ પરંતુ બારેમાસ પાણીની સમસ્યા રહે છે. નિયમિત તમામ વેરા ભરવામાં આવતા હોવા છતાં લોકોને હેરાન થવું પડે છે. અહીંની સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, 8-10 દિવસે માત્ર 15 થી 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે. ધીમું પાણી આવતું હોય આટલા સમયમાં પીવાનું પાણી ભરવું કે વાપરવાનું, અહી આજુબાજુ કોઈ સાર્વજનિક પાણીનો સ્ત્રોત પણ નથી. પાણી માટે કચેરીમાં ફોન કરવામાં આવે ત્યારે કર્મચારીઓ દ્વારા એક બીજાને ખો આપવામાં આવે છે. 7 મહિના પહેલા બગડેલ મોટરને 3 માસ પહેલા રિપેર કરવામાં આપી છે.  જ્યારે સ્થાનિકો દ્વારા રજુઆત કરવામા આવે ત્યારે સ્પેર પાર્ટ મુંબઈ થી મંગાવવા પડશે અને હાલ બધું બંધ છે તેવા જવાબો સંબંધિત તંત્ર દ્વારા આપવામાં આવે છે. તેમજ અન્ય સંજોગોમાં વાલ તૂટી ગયો, લાઈન તુટી ગઈ સહિતના બહાના બતાવવામાં આવતા હોવાનું પણ વોર્ડ નં.4ના 
મુરલીધર સોસાયટીના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો