• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Drinking Water Contaminated By Unidentified Persons Dumping Quantity Of Waste Medicine In Hiran River Of Talala, Anger Spread Among People

લોકોના આરોગ્ય સાથે ચેડાં !:તાલાલાની હિરણ નદીમાં અજાણ્યા શખ્સો વેસ્ટેજ દવાનો જથ્થો નાખી જતા પીવાનું પાણી દુષિત, લોકોમાં રોષ ફેલાયો

ગીર સોમનાથ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેકડેમ આગળ નદીમાં દવા સહિતનો ગંદો કચરો હોવાથી પીવાનું પાણી દુષિત થયું
  • નદીમાં કચરોના નાંખવા ઉપર પ્રતિબંધ મુકવો અને કાયદાકીય કાર્યવાહી કરવા પ્રબળ લોક માગ ઉઠી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાંથી સાસણ રોડ પાસેથી પસાર થતી હિરણ નદીમાં ચેકડેમ પાસે કોઈ અજાણ્યા શખ્સોએ વેસ્ટેજ દવાનો જથ્થો નાંખી દેતા નદીનું પીવાનું પાણી દુષિત થયું છે. જેથી લોકોમાં રોષ ફેલાયો છે. આ કૃત્ય સામે આવતા ગંદકી ફેલાવી પ્રદુષિત કરનારા શખ્સોને શોધી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોક માગ ઉઠી છે. નદીમાં કોઈપણ જાતનો કચરો નાંખવા ઉપર પ્રતિબંધ ફરમાવવા કાર્યવાહી કરવા પણ લોકોએ માગ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ તાલાલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ સામેના વિસ્તારમાંથી પસાર થતી હિરણ નદી જાણે કચરાની ટોપલી હોય તેમ લોકો જાણી જોઈને બેદરકારી દાખવીને વારંવાર ગંદો કચરો નદીમાં નાંખી શહેરીજનોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભું કરી રહ્યા છે. આ વચ્ચે ગઈકાલે અજાણ્યા શખ્સો નદીમાં વેસ્ટજ દવાનો જથ્થો નાંખી ગયાનું સામે આવતા લોક રોષ પ્રવર્તેલ છે. આ ઘટના અંગે આરોગ્ય અને પોલીસ વિભાગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરે તેમજ હિરણ નદીનું પીવાલાયક ચોખ્ખું પાણી દુષિત કરનારા અજાણ્યા શખ્સોને પકડી પાડી તેઓ સામે કાયદાકીય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે.

અત્રે નોંધનીય છે કે, તાલાલા ગીર અને વેરાવળ પંથકના ગામોમાંથી પસાર થતી હિરણ નદીમાં અનેક ઠેકાણે કચરો નાંખી નદીનું પાણી પ્રદુષિત કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેઓને ઝડપી લેવા તંત્ર ખાસ ડ્રાઈવ ચલાવી બેદરકારી દાખવનારાઓને પકડી લઈ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. જેથી નદી પ્રદુષિત બનતી અટકે અને લોકોના આરોગ્ય પર મંડરાતો ગંભીર ખતરો દુર થશે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...