એજ્યુકેશન:ડો. સુભાષ મહિલા કોલેજની 170 છાત્રાનો અંગદાનનો સંકલ્પ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 99 ટકા બ્રેઇન ડેડ જીવતા ન હોય અંગદાન કરવાની અપીલ બાદ નિર્ણય

ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે અંગદાન અંગેનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં 170 વિદ્યાર્થીનીઓએ અંગદાનનો સંક્લપ લીધો હોવાનું સંસ્થા પ્રિન્સીપાલ ડો. બલરામ ચાવડાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઇ ચાવડાના માર્ગદર્શનમાં યોજાયેલ અંગદાન સમજૂતી અંગેના સેમિનારમાં ડો. બી.એમ. પટેલે જણાવ્યું હતું કે, 99 ટકા બ્રેઇન ડેડ દર્દી જીવીત રહેતી નથી માટે તેના સગા સબંધીઓએ આવા દર્દીઓના અંગનું દાન કરવું જોઇએ. કોઇપણ વ્યક્તિ અંગદાન કરી શકે છે.

અંગદાન કરવામાં સુરત અને ભાવનગર સૌથી મોખરે છે. દેશમાં 1,50,000ને કિડનીની જરૂર છે, પરંતુ 3,000ને જ કિડની મળે છે. વાર્ષિક લીવરની જરૂરિયાત 25,000ની છે, પરંતુ 8,000ને જ લીવર મળે છે. ત્યારે હ્રદય, કિડની, લીવર, ફેફસા, સ્વાદુપિંડ, આંખ, નાના આંતરડા વગેરે અંગોનું દાન કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...