હાઈકોર્ટે પોલીસને ઠપકો આપ્યો:ડો. ચગ અપમૃત્યુ કેસમાં સાંસદ ચુડાસમા નાર્કો ટેસ્ટ માટે તૈયાર

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેરાવળમાં તબીબ ડો. અતુલ ચગના અમપૃત્યુ કેસમાં જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વિવાદ બાદ સામે આવ્યા અને જણાવ્યું હતું કે, આ કેસની તપાસમાં હું નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે પણ તૈયાર છું. તેમણે તેમ પણ કહ્યું કે, મૃત્યુના બે દિવસ પહેલા જ ડો. ચગે તેમના સ્ટાફ માટે મારે ત્યાંથી લાડુ મગાવીને વહેંચ્યા હતા. મેં 17 વર્ષ સુધી ડો. ચગને મારા ઘરેથી ટિફિન પહોંચાડ્યું છે અમારા સંબંધો પારિવારિક છે.

12 ફેબ્રુઆરીના ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમણે બે લીટીની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં જૂનાગઢના સાંસદ અને તેમના પિતાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. ડો. ચગના પુત્રએ આ સ્યુસાઈડ નોટને આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવા પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ફરિયાદ ન નોંધતા તેઓ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે પોલીસને ઠપકો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...