• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Dr. Medicines Of Chief Minister Bhupendrabhai Patel And CR Patil Were Weighed In The 45th Public Service Festival Of Subhash Academy.

લોકાર્પણ:ડૉ. સુભાષ એકેડમીના 45માં લોકસેવા ઉત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સી.આર.પાટીલની ઔષધી તુલા કરાઈ

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડો.સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
  • ડો.સુભાષ આર્યુવેદ અને જનરલ હોસ્પિટલ થકી દર્દીઓની આરોગ્ય સેવા થશે: મુખ્યમંત્રી

આજે જૂનાગઢ પઘારેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ડો.સુભાષ એકેડેમીના 45માં લોકસેવા ઉત્સવમાં હાજરી આપી હતી. બાદમાં હોસ્‍પિટલનું લોકાર્પણ કરતા મુખ્‍યમંત્રી પટેલે જણાવેલ કે, હાલની કોરોનાની વૈશ્વિક મહામારીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા ભારતીય પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા સર્વશ્રેષ્ઠ છે. વડાપ્રધાન મોદીએ દેશમાં સૌ પ્રથમ વખત આયુષ મંત્રાલયની સ્થાપના કરી ભારતીય આયુર્વેદ પરંપરાને ઉજાગર કરી છે. પેથલજીભાઈ ચાવડા દ્વારા નિર્મિત ડો.સુભાષ એકેડેમી કન્યા કેળવણીની સાથે સાથે વૈજ્ઞાનિક ચિંતન પ્રયોગશીલ અભિગમ સાથે કામગીરી કરી રહી છે.

પેથલજીબાપાએ તમામ સંપત્તિનો ઉપયોગ સમાજને શિક્ષિત અને દીક્ષિત કરવા કર્યો છે. સૌને સાથે રાખીને લોકસહભાગીતા સાથે આપણે લોકસેવાના કાર્યો કરવાના છે. સ્વ.પેથલજીભાઈ ચાવડાના કન્યા કેળવણીના સેવાયજ્ઞને યાદ કરી તેમણે પ્રગટાવેલી શિક્ષણ સેવાની જયોત હવે તેમના પુત્ર જવાહરભાઈ ચાવડા અને તેમનો પરિવાર સુચારૂ રીતે આગળ ધપાવી રહ્યા છે.ડો.સુભાષ આયુર્વેદ હોસ્પીટલ શરૂ થતવાથી આ વિસ્તારના લોકોને આરોગ્ય સેવા મળવાની સાથે અટલ આરોગ્ય રથ થકી જન-જન સુધી શુશ્રુષા થશે.

આ સમારોહમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઔષધી તુલા કરવામાં આવી હતી. આ ઔષધીઓનો ઉપયોગ મેડીકલ કેમ્‍પ દરમ્‍યાન લોકો માટે નિઃશુલ્‍ક કરવામાં આવશે. આ તકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવેલ કે, કન્યા કેળવણીનું સમર્થ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થઇ રહ્યુ છે. ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેળવણીને ઉતેજન આપવા, ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા અને દીકરીઓના જન્મદર વધારવા અભિયાનો હાથ ધર્યા તેની રૂપરેખા આપી ડો.સુભાષ એકેડમીના સંસ્થાપક સ્વ.પેથલજીભાઇ ચાવડાએ કન્યા કેળવણી માટેના કરેલા કાર્યોને આવકારી હતી.

આ કાર્યક્રમને સંબોઘતા ડો.સુભાષ એકેડમીના એવા ઘારાસભ્‍ય જવાહરભાઇ ચાવડાએ જણાવેલ કે, સ્ત્રીઓને શિક્ષણ મળવું જોઈએ એ વિચારબીજ સાથે સંસ્થાનો પાયો નંખાયો હતો. સ્ત્રીને શિક્ષણ મળે તો આગામી પેઢી શિક્ષિત બને. હાલમાં સંસ્‍થાના વિવિધ સ્થળોએ 22 યુનિટો કાર્યરત છે. જેમાં 33 ડિગ્રી કોર્સ શરૂ હોય જેમાં 8 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બાપુજી એ સ્થાપેલ શિક્ષણરૂપી યજ્ઞને આગળ વધારવુ એ જ સંસ્થાનો ધ્યેય અને કર્મ છે.

આ કાર્યક્રમમાં આહિર સમાજના પ્રથમ આઇપીએસ વિવેક ભેડા, પોલીસ વિભાગમાં ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલ વિજેતા નારણભાઈ પંપાણીયા, જીપીએસસીમાં ઉત્તીર્ણ થનાર માધવીબેન હુંબલ, ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટોલોજીસ્‍ટ ડો.અંકિત કાતરીયા તથા માત્ર 7 વર્ષની ઉંમરે બે દિવસમાં 12500 ફુટ કેદાર કાંઠા શિખર કરનાર મૃણાલ આંબલીયાનું મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતુ.

મુખ્‍યમંત્રીએ હોસ્‍પિટલનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યુ

આજે જૂનાગઢના પ્રવાસે આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ડો.સુભાષ એકેડેમીના 45માં લોકસેવા ઉત્સવમાં હાજરી આપેલ તેમજ નવનિર્મીત ડો.સુભાષ આયુર્વેદ અને જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતુ. જયાં મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કર્યુ હતુ. હોસ્‍પિટલ ખાતે ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કરી હોસ્પિટલમાં સુવિધા તથા નિશુલ્ક સારવાર અંગે ઉપલબ્ધ કરાવેલી વિવિધ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યુ હતુ.

હોસ્પિટલમાં કાયચિકિત્સા (જનરલ વિભાગ), શલ્ય તંત્ર (સર્જરી વિભાગ), બાળરોગ વિભાગ, સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગ, પંચકર્મ વિભાગ, શાલકયતંત્ર (ઈ.એન.ટી. વિભાગ, સ્વસ્થવૃત અને યોગા વિભાગ, ફીઝીયોથેરાપી વિભાગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.દર્દિઓ માટે 100 બેડની દાખલ થવાની સુવિધા ઉપરાંત અત્યાધુનિક ઓપરેશન થીયેટર તથા સ્ત્રી પ્રસુતિ વિભાગ, સ્ત્રી અને પુરુષ માટે અલગ-અલગ દાખલ વિભાગ અને પંચકર્મ વિભાગ પણ છે. ઈમરજન્સી સારવાર તથા એમ્બ્યુલન્સ, લેબોરેટરી અને બાળકો માટે સુવર્ણ પ્રાસાનની સુવિધા છે. હોસ્પિટલમાં ઉપરોક્ત તમામ પ્રકારની સારવાર અને દવા નિશુલ્ક આપવામાં આવે છે. આયુર્વેદ હોસ્પિટલ અત્યાધુનિક સાધનસામગ્રીથી સુસજ્જ છે. જેમાં, પંચકર્મના બધા જ કર્મો માટેના આધુનિક સાધનો ઉપલબ્ધ છે. બધા જ વિભાગમાં નિષ્ણાંત ડોકટર (એમ.ડી.) સેવા આપે છે.

આ કાર્યક્રમમાં પ્રભારીમંત્રી અરવિંદભાઇ રૈયાણી, ગૌ-સંવર્ધન મંત્રી દેવાભાઇ માલમ, સાસંદ રાજેશભાઇ ચુડાસમા, મેયર ધીરૂભાઇ ગોહેલ, રાજકોટના મેયર પ્રદિપભાઇ ડવ, જૂનાગઢ જી.પં.ના પ્રમુખ શાંતાબેન ખટારીયા, જીલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા, મીતાબેન ચાવડા, લોક સાહિત્યકાર માયાભાઇ આહિર સહિત સૌરાષ્ટ્રભરમાંથી અગ્રણીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવોનું મોમેન્ટો આપી ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા દ્રારા સ્વાગત કરાયુ હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢમાં દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ નિર્મિત ત્રિમંદિરના દર્શન કર્યા

જૂનાગઢમાં તા.7 મી થી તા.9 મી જાન્યુઆરી સુધી દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ દ્વારા નવનિર્મિત ત્રિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ આવ્યા હોવાથી નવનિર્મિત ત્રિ મંદિરના દર્શનાર્થે ગયા હતા. જયાં શિવજી, શ્રી કૃષ્ણ અને તીર્થકર ભગવાન શ્રી મંન્ધર સ્વામીના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

હોસ્પિટલમાં આ સુવિધા મળશે
હોસ્પિટલમાં જનરલ વિભાગ, સર્જરી વિભાગ, બાળરોગ, સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગ, પંચકર્મ, ઇએનટી વિભાગ, સ્વસ્થવૃત અને યોગા વિભાગ, ફિઝીયોથેરાપી, અત્યાધુનિક ઓપરેશન થિયેટર, ઇમરજન્સી સારવાર, લેબોરેટરી અને એમ્બ્યુલન્સ તેમજ બાળકો માટ સુવર્ણપ્રાશનની સુવિધા છે.

6 સ્ટોલ દ્વારા સરકારની યોજનાની જાણકારી અપાઇ
આ તકે 6 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં સરકારની વિવિધ યોજનાનો કઇ રીતે લાભ લઇ શકાય તેની લોકોને માહિતી અપાઇ હતી.

5 આહિર રત્નોનું સન્માન કરાયું
આ તકે 5 આહિર રત્નોનું સન્માન કરાયું હતું. આમાં, આહિર સમાજના પ્રથમ આઇપીએસ વિવેક ભેડા, એલસીબી પોલીસ કોન્સ્ટેબલ નારણભાઇ પંપાણીયા, જીપીએસસીની પરિક્ષા પાસ કરનાર મા ધવીબેન હુંબલ, ડો. અંકિત કાતરિયા અને 6 વર્ષના બાળ પર્વતારોહક મૃણાલ આંબલીયાનો સમાવેશ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...