જૂનાગઢમાં ભારે ઉત્સાહ:ડો. આંબેડકર જન્મ જયંતિની શોભાયાત્રા, ભાજપ યુવા મોરચાની બાઇક રેલી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતિય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્મ જયંતિની જૂનાગઢમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલી ઉજવણી બાદ શોભાયાત્રા કાળવાચોક ખાતે નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં દલીત સમાજના તેમજ અન્ય સમાજના લોકો જોડાયા હતા પરિણામે કાળવા ચોકમાં હૈયે હૈયું દળાય તેટલી જનમેદની જોવા મળી હતી.

દલીત તેમજ અન્ય સમાજના લોકોએ ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. દરમિયાન ભાજપ યુવા મોરચાના પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાઇક રેલી યોજાઇ રહી છે. ભાજપના સ્થાપના દિવસ 6 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે અમદાવાદથી તેનો પ્રારભ કરાવ્યો હતો.

આ રેલી જૂનાગઢમાં 14 એપ્રિલે આવી પહોંચતા દોલતપરા ખાતેથી બાઇક રેલી શહેરભરમાં ફરી હતી જેનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. સાંજના સ્વામિનારાયણ મંદિરે બાઇક સભા યોજાઇ હતી. બાઇક રેલીને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માના માર્ગદર્શનમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી અને તેમની ટીમ, મિડીયા સેલના સંજય પંડયા વગેરેએ જહેમત ઉઠાવી હોવાનું ભાજપ યુવા મોરચા મહાનગરના કોષાધ્યક્ષ પાર્થ મહેતાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...