કાર્યવાહી:ડીપીઇઓની કાર, બસ મળી 14,00,000ના સાધનની જપ્તી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ કોર્ટના બેલીફે આવી સિલ મારી દીધું

જૂનાગઢ કોર્ટના બેલીફે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કાર અને બસને સિલ મારી દીધું છે. આ અંગે એડવોકેટ પી. ડી. ગઢવીએ જણાવ્યું હતું કે, આરબ અબ્બા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમણે તાલીમી શિક્ષક ગણી પગાર, ભથ્થા, ઉચ્ચતર પગાર અને રેગ્યુલર પેન્શન મેળવવા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલી જતા જૂનાગઢ કોર્ટે આ દાવો મંજૂર કર્યો હતો. દરમિયાન આરબ અબ્બાનું અવસાન થતા તેમના પત્નિ રોશનબેને કોર્ટના હુકમ મુજબની રકમ મેળવવા એડવોકેટ પી.ડી. ગઢવી દ્વારા દરખાસ્ત દાખલ કરી હતી.

તેમ છત્તાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કોર્ટના આદેશનું પાલન ન કરતા કોર્ટ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારનું વાહન, ઓફિસ ફર્નિચર વગેરેને ઝપ્તીમાં લેવા વોરંટ ઇશ્યુ કર્યું હતું. આ વોરંટની બુધવારે બજવણી થઇ હતી જેમાં બેલીફે અંદાજીત 4,00,000ની કિંમતની કાર અને 10,00,000ની કિંમતની બસ મળી કુલ 14,00,000ના સાધનોને સીલ મારી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...