તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટીસ:ભેંસાણ તાલુકાની 3 શાળાને ડીપીઇઓએ આપી નોટીસ, દિવસ 7માં યોગ્ય ખુલાસો કરે નહિતર કાર્યવાહી

જૂનાગઢ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ભેંસાણ તાલુકાની 3 પ્રાથમિક શાળામાં ડીપીઇઓની સરપ્રાઇઝ વિઝીટમાં ગેરરિતી નજરે પડતા નોટીસ ફટકારાઇ છે. આ મામલે દિવસ 7માં યોગ્ય ખુલાસો કરવા નહિતર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. આ અંગે ઇન્ચાર્જ ડીપીઇઓ આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હવે પ્રાથમિક શાળામાં તમામ શિક્ષકો અને આચાયોને 100 ટકા હાજર રહેવા જણાવાયું છે.

દરમિયાન ભેંસાણ તાલુકાની ડમરાળા, સરદારપુર અનેચુડા પે સેન્ટર શાળામાં ઓચિંતી મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન શાળાના આચાર્ય અને શિક્ષકોની અનિયમીતતા નજરે પડી હતી. આથી ત્રણેય શાળાને નોટીસ ફટકારી છે. આ નોટીસનો દિવસ 7માં યોગ્ય ખુલાસો કરવાની તક અપાય છે. જો દિવસ 7માં યોગ્ય ખુલાસો નહિ જણાય તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે મોરવાડા શાળાની કામગીરી સુંદર રહી હોય તેમના શિક્ષકો, આચાર્ય અને સ્ટાફને અભિનંદન આપ્યા હોવાનું આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો