તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના કેસની બેવડી સદી, આજે નવા 222 કેસ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જીલ્‍લામાં 3,823 લોકોનું કોરોના રસીકરણ કરાયું

કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. આજે ફરી કેસોની સંખ્‍યામાં નોંઘપાત્ર વઘારો નોંઘાયો છે. જિલ્લામાં આજે કોરોનાના 222 કેસો આવ્‍યા છે.

આજે નોંધાયેલા કેસોમાં વેરાવળમાં 79, સુત્રાપાડામાં 16, કોડીનારમાં 28, ઉનામાં 46, ગીરગઢડામાં 21, તાલાલામાં 32 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ દર્દીનું મૃત્‍યુ નીપજેલ ન હોવાનું તંત્રએ જણાવેલ છે જયારે સારવારમાં રહેલા 15 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવેલ છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ ચાલુ હોય જેમાં આજે સમગ્ર જીલ્લામાં ફકત 3,823 લોકોને વેક્સિન આપવામાં આવેલી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 78 હજાર 484 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે.

કોરોનાનું સંક્રમણ અટકાવવાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે : મંત્રી જવાહરભાઇ ચાવડા

ગીર સોમનાથ જીલ્‍લાના પ્રવાસે સાંજે વેરાવળ પહોંચેલા મત્સ્યદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ જિલ્લા વહીવટીતંત્રના અઘિકારીઓ સાથે બેઠક કરી જીલ્‍લામાં કોરોનાની સ્થિતિ અને આરોગ્યતંત્ર દ્વારા થઇ રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં મંત્રી ચાવડાએ જણાવેલ કે, ઓક્સિજન અને રેમડેસિવીર ઈન્જેક્શન સહિતના ઉપલબ્ધ સંસાધનોના સુનિયોજીત ઉપયોગ થાય અને શહેર-જિલ્લાના નાગરિકોને સમયસર સારવાર ઉપલબ્ધ થાય તે માટે વેગવંતી કામ કરવા સુચના આપી હતી.

મંત્રી ચાવડાની અઘિકારીઅો સાથે બેઠકની તસ્‍વીર
મંત્રી ચાવડાની અઘિકારીઅો સાથે બેઠકની તસ્‍વીર

રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકાવવાં રાજ્ય સરકાર આરોગ્યક્ષેત્રે સંવેદનશીલતા સાથે પ્રયત્નશીલ છે. લોકોને કોરોનામુક્ત રાખવા તેમજ સારવાર ઉપલબ્ધ કરવાં પ્રમાણિક પ્રયાસો કરી રહી છે. બેઠકમાં ભાજપના નેતા ઝવેરીભાઇ ઠકરાર, માનસિંહ પરમાર, અધિક કલેકટર ખાચર, પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...