તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાળ:ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના કર્મીઓની હડતાળ સમેટાઇ

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના કર્મીઓની હડતાળ સમેટાઇ છે. કર્મીઓ ઓછા પગારને લઇને ગુરૂવારના રોજ છાવણી નાંખી હડતાળ પર બેઠા હતા. દરમિયાન હડતાળના બીજા દિવસે ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટના વિજેન્દ્રસિંગની સાથે વાલ્મિકી સમાજના આગેવાનો દિનેશભાઇ ચુડાસમા, અશ્વિનભાઇ ઝાલા, કોર્પોરેટર ગીતાબેન પરમાર, પૂર્વ કોર્પોરેટર મોહનભાઇ પરમાર, અનિલભાઇ ચુડાસમા વગેરેએ મુલાકાત કરી કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી.

બાદમાં એજન્સીના વિજેન્દ્રસિંગે લઘુત્તમ વેતન આપવાની માંગ સ્વિકારી હતી. સાથોસાથ 8 કલાકની નોકરી તેમજ ચાલુ ફરજ દરમિયાન કોઇ અકસ્માત થાય તો તેના સારવારનો ખર્ચ પણ એજન્સી આપશે તેવી ખાત્રી આપી હતી. દરમિયાન 150 જેટલા કર્મીઓના વિવિધ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવતા કર્મીઓએ હડતાળ સમેટી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો