વિવાદ:ભાડું નથી આપવું જાવ, દુકાને મહિલા બેસાડી છે, ભાડું માંગશો તો છેડતીની ફરિયાદ કરીશ

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરાજીના શખ્સની, જૂનાગઢમાં દુકાન ભાડે રાખ્યા બાદ માલિકને ધમકી
  • પોલીસે કાયદાનું જ્ઞાન આપતા ભાડુઆતે દુકાનની ચાવી આપી દીધી

ધોરાજીના શખ્સે જૂનાગઢમાં દુકાન ભાડે રાખી બાદમાં દુકાન પચાવી પાડવા પ્લાન કર્યો હતો. જોકે, આ વાત ડિવાયએસપી સુધી પહોંચતા તેમણે કરેલી લાલ આંખ બાદ ભાડુઆતે દુકાન ખાલી કરી માલિકને ચાવી સોંપી દીધી હતી.આ અંગે મળતી વિગત મુજબ ઝાંઝરડા ચોકડી પર દુકાન ધરાવતા 70 વર્ષિય સિનીયર સિટીઝને રિટાર્યડમેન્ટ બાદ ઘરખર્ચને પહોંચી વળવા પોતાની દુકાન ધોરાજી રહેતા અને જૂનાગઢમાં ઇલેકટ્રિકનો ધંધો કરનારને ભાડે આપી હતી.

ભાડુઆત માથાભારે હોય 2 મહિના ભાડું આપ્યા બાદ બીજા પેટા ભાડુઆતને દુકાન ભાડે આપી દઇ ભાડું આપવાનું બંધ કરી દીધું. પછી ત્રીજા ભાડુઆતને દુકાન ભાડે આપી દઇત્યાં એક મહિલાને બેસાડી દીધી! ટૂંકમાં દુકાન પડાવી લેવાનો ફૂલ પ્લાન કરી લીધો હતો. જ્યારે દુકાન માલિકે ભાડું લેવા માટે ધોરાજીના ભાડુઆતને ફોન કર્યો તો તેમણે કહ્યું કે, દુકાનનું કોઇ ભાડું દેવાનું થતું નથી. દુકાને જતા પણ નહિ, જો જશો તો દુકાને બેસેલ મહિલા દ્વારા છેડતીની ફરિયાદ દાખલ કરાવી દઇશ તેવી ધમકી આપી હતી.

બાદમાં દુકાન માલિક અને ખાનગી સિક્યુરીટીમાં નોકરી કરતો તેમનો પુત્ર ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા અને સઘળી હકિકત વર્ણવી હતી. બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ બી ડિવીઝન ઇન્ચાર્જ પીઆઇ એન.આર. પટેલ,પીએસઆઇ જે. એચ. કછોટ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ધાનીબેન વગેરેને મોકલીને કાયદાનું ભાન કરાવતા તેમણે દુકાન ખાલી કરી ચાવી સોંપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...