તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનેરી સેવા:કોવિડ સેન્ટરમાં દર્દીઓની વહારે આવ્યા દાતાઓ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા સેવાભાવી લોકો મેદાને આવ્યા
  • જરૂરિયાતમંદ લોકો, દર્દીઓની મદદ કરી સેવાકાર્ય કર્યું

ભેંસાણ ઓક્સિજન સાથેના કોવિડ સેન્ટરમાં 1780 દર્દી દાખલ થયા,1700 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા
ભેંસાણ ખાતે કાર્યરત કોવિડ કેર આઇસોલેશન વોર્ડમાં દાખલ 1780માંથી 1700 દર્દી સ્વસ્થ થયા છે. આ અંગે હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, જિલ્લાનું ઓક્સિજન સાથેનું પ્રથમ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ભેંસાણ ખાતે બનેલું હતું.

ગામના સરપંચ ભુપતભાઇ ભાયાણીના માર્ગદર્શનમાં ફ્રિમાં ચાલતા કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધીમાં 1780 દર્દી દાખલ થયા હતા જેમાંથી 1700 દર્દી સ્વસ્થ થઇ પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યારે હાલ 80 દર્દી સારવાર લઇ રહ્યા છે. દરમિયાન અહિં દાતાઓએ પણ દાનની સરવાણી વહાવી છે. અહિં જયાબેન ગોકળભાઇ વઘાસસીયાએ 21,000, સુરતના ઉદ્યોગપતિ રણછોડભાઇ ઘડુકે 1,00,000 અને બિપીનભાઇ રામાણીએ 50,000 તેમજ હમીરભાઇ રામે 10,000 નું દાન આપ્યું છે. આ ઉપરાંત અનેક દાતાઓ દવા, ઇન્જેકશન ઓક્સિજન બોટલ વગેરેની વ્યવસ્થા કરી રહ્યા છે. આમ, દાતાઓના સહયોગથી ચાલતા કોવિડકેર સેન્ટરમાં જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર તમામની ફ્રિમાં સારવાર કરવામાં આવે છે.

સુભાષ એકેડેમીના 100 બેડ સાથેના કોવિડ સેન્ટરમાં 189માંથી 131 દર્દી સ્વસ્થ થયા
જૂનાગઢના ખામધ્રોળ રેલવે ફાટક સ્થિત ડો. સુભાષ એકેડેમી દ્વારા શરૂ કરવામાં આવેલ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સારી સેવા આપવામાં આવી રહી છે. 15 એપ્રિલથી શરૂ થયેલા 100 બેડના કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધીમાં દાખલ થયેલા 189માંથી 131 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

જ્યારે 30 દર્દી અન્ય હોસ્પિટલમાં જતા રહ્યા છે. અહિં 24 કલાક તબીબી સ્ટાફ સેવા આપે છે. જ્યારે દર્દીઓને ચા, નાસ્તો અને બપોરનું તેમજ સાંજનું જમવાનું ફ્રિ મળે છે. આ સેવાકીય પ્રવૃત્તિને સંસ્થાના પ્રમુખ જવાહરભાઇ ચાવડા, કેમ્પસ ડાઇરેકટર બી. જે. વાટલીયા, ડો. સુભાષ એજ્યુકેશન કેમ્પસના ડાઇરેકટર ડો. દિપક પટેલે બિરદાવી છે.

અન્ય સમાચારો પણ છે...