જૂનાગઢ શહેરમાં કુતરાનો તેમજ રખડતા ભટકતા પશુઓનો ત્રાસ દિનબદિન વધતો જાય છે. અનેક લોકોને કુતરા બચકા ભરી લે છે. જ્યારે રખડતા ભટકતા પશુઓ રાહદારી તેમજ વાહન ચાલકોને હડફેટે લઇ તેને ઇજાગ્રસ્ત બનાવે છે. ત્યારે શહેરીજનોને આ ત્રાસદાયી સ્થિતીમાંથી મુક્તિ અપાવવા જરૂરી પગલાં લેવા માંગ કરાઇ છે.
આ અંગે ખલીલપુર રોડ પર રહેતા નિરજભાઇ ટીંબડીયાએ મનપાના કમિશ્નર રાજેશ તન્નાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, રખડતા ભટકતા પશુ અને કુતરાનો ત્રાસ લોકો લાંબા સમયથી સહન કરી રહ્યા છે.
આ અંગે વખતો વખત રજૂઆત કરવા છત્તાં જાણે તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ કોઇ કામગીરી કરવામાં આવતી નથી. ખાસ કરીને બાળકો, મહિલાઓ, અશક્ત, બિમાર લોકો તેમજ વૃદ્ધોની હેરાનગતિ વધી ગઇ છે. ત્યારે આ મામલે સત્વરે પગલાં લેવા માંગ કરાઇ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.