તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:જૂનાગઢ જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ડોકટર્સ, નર્સની પડતર પ્રશ્નો મુદ્દે હડતાળ, રોષ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 90 ટકા ડોકટરો 7મું પગાર પંચ, કોવિડમાં સેવાના 25,000ના મહેનતાણાથી વંચિત
  • 68 ડોકટર્સ, 37 નર્સ કામગીરીથી અળગા રહેશે

જૂૂનાગઢની જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ડોકટર્સ અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયા છે. પડતર માંગણીઓ સ્વિકારવામાં ન આવતા આ નિર્ણય કરાયો છે. આ અંગે જૂનાગઢ મેડીકલ કોલેજ એન્ડ ડોકટર્સ એસોસિએશનના પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જીએમઇઆરએસ સોસાયટીના તબીબી શિક્ષકોને વર્ષોથી તેમને મળનાર લાભોથી વંચિત રખાયા છે.

જીએમઇઆરએસની તમામ 8 હોસ્પિટલોમાં લગભગ બધાજ વિભાગમાં 50 ટકા ડોકટરોની ભરતી જ કરવામાં આવતી નથી. એટલુંજ નહિ 7માં પગાર પંચનું એરિયર્સ ફેબ્રુઆરી 2020માં ચૂકવી દેવાનું હતું જે આજદિન સુધી 90 ટકા ડોકટરોને ચૂકવાયું નથી. જ્યારે કોરોનામાં સેવાનું 25,000નું વેતન પણ 90 ટકા ડોકટરોને અપાયું નથી.

વળી, સરકાર નવી ભરતીમાં તબીબોને 2,50,000 અને એમબીબીએસ તબીબોને 1,25000ના પગારથી નિમણુંક કરે છે. જ્યારે જીએમઇઆરએસના તબીબી શિક્ષકોને પૂરતો પગાર પણ આપવામાં આવતો નથી. એજ રીતે રેસીડેન્ટ ડોકટરોના પગાર વધારાનો ઠરાવ કર્યો છે જેમાં ટ્યુટર અને આસિસ્ટન્ટ પ્રોફેસરના પગાર કરતા અનુસ્નાતક વિદ્યાર્થીઓનો પગાર વધારે છે. ત્યારે 7માં પગાર પંચનો લાભ મળે, તબીબી શિક્ષકોને પીએફનો લાભ મળે, કેરીયર એડવાન્સમેન્ટ સ્કિમનો લાભ મળે, 7માં પગાર પંચ મુજબ પગાર અને ભથ્થા મળે, કરાર આધારિત ભરતી બંધ કરી જીએમઇઆરએસના તબીબી શિક્ષકોને ડિપાર્ટમેન્ટલ પ્રમોશન આપવા સહિતની 11 માંગને લઇ હડતાળ કરવામાં આવી છે.

હાલ જૂનાગઢ જીએમઇઆરએસ મેડીકલ કોલેજના સોસાયટી તબીબોમાં 68 ડોકટરો અને 37 નર્સ હડતાળ પર છે. આ હડતાળને સફળ બનાવવા જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને ડોકટર્સ એસોસિએશનના પૃથ્વીરાજસિંહ વાઘેલા, હાર્દિક મકવાણા, ઉત્તમ સોલંકી, કુંજન દેત્રોજા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...