તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ ટોય ફેર:રમકડાંનું મ્યુઝિયમ જાતે કરી જુઓ કૃતિની રાજ્યકક્ષાએ પ્રસ્તુતિ

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢની કન્યા શાળા નંબર 4ના શિક્ષીકાનું બેસ્ટ પફોર્મન્સ

રાજ્યકક્ષાના રમકડાં મેળામાં જૂનાગઢની કન્યા શાળા નંબર 4ની શિક્ષીકા દ્વારા તૈયાર કરવામાં આવેલ રમકડાનું મ્યુઝિયમ જાતે કરી જુઓ કૃત્તિએ રાજ્યકક્ષાએ પણ બેસ્ટ પર્ફોર્મન્સ કર્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને કાપડ મંત્રાલયના સહયોગથી રાષ્ટ્રકક્ષાએ નેશનલ ટોય ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવા શૈક્ષણિક રમકડાં સ્કૂલ ખાતે બનાવવાનો ઉદ્દેશ હતો. દરમિયાન જૂનાગઢની કન્યા શાળા નંબર 4ની શિક્ષીકા મીન્ટુબેન રતીભાઇ હિંસુએ બનાવેલ રમકડાંની કૃત્તિએ તાલુકામાં અને બાદમાં જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. બાદમાં રાજ્યકક્ષાના ઓનલાઇન રમકડાં મેળામાં પણ તેમની રમકડાં દ્વારા મ્યુઝિયમ જાતે કરી જુઓની કૃતિએ સુંદર રીતે પ્રસ્તુતિ કરી હતી.

આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય તરૂણભાઇ કાટબામણા, એસએમસી પરિવાર, સીઆરસી, બીઆરસી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને શાળાના સ્ટાફે મિન્ટુબેન હિંસુને શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો