તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુખ્ખાગીરી:'તું મને ઓળખે છે, ખાતામાં છું?', તેમ કહીં ત્રણ શખ્સોએ ગાંધીનગર-વેરાવળ એસટી બસના ડ્રાઈવરને માર માર્યો, પોલીસ ફરિયાદ

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બસને ઓવરટેક ના કરી શકતા કારચાલકની દાદાગીરી

વેરાવળ એસટી બસના ડ્રાઇવરને તું મને ઓળખે છે, ખાતામાં છું ? તેમ કહી ઇકો કારના ચાલક સહિત ત્રણ અજાણ્‍યા શખ્‍સો ઢીકાપાટુનો માર મારી ડ્રેસ ફાડી નાંખી ઘમકી આપી નાસી ગયા હતા. આ અંગે એસટીના ડ્રાઇવરે ફરીયાદ નોંઘાવતા પોલીસે ઇકો કારના ચાલક અને બે અજાણ્‍યા શખ્‍સો સામે ફરજમાં રૂકાવટ અને માર માર્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.

આ ઘટનામાં તું મને ઓળખે છે ખાતામાં છું એવી ઘમકી આપનારને એસટીનો ડ્રાઇવર નામજોગ ઓળખતો ન હોવાથી તે શખ્‍સની ઓળખ મેળવવા પોલીસે વિશેષ તપાસ હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે.

પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર ગાંધીનગરથી વેરાવળ તરફ એસટી બસ લઇને આવી રહેલ ડ્રાઇવર પુનાભાઇ રૂડાભાઇ ચાવડા (ઉ.વ.39) બસ સાથે નજીક ગડુ ગામ પાસે પહોચેલ ત્‍યારે ગડુ આસપાસ હાઇવેનું કામ ચાલી રહેલ હોવાથી એક લેન બંઘ હોવાથી વન વે માં બંન્‍ને તરફના વાહનોની અવર જવર ચાલી રહેલ હતી. ત્‍યારે એસટી બસની પાછળ રહેલ ઇકો કાર ઓવરટેક કરવાની કોશીષ કરી રહેલ પરંતુ સામેથી વાહન આવતા હોવાથી ઓવરટેક નહીં કરવા ઇશારાથી જણાવેલ આગળ જતા વન વે પુરો થતા ઇકો કારને સાઇડ આપી હતી.

બાદમાં થોડે આગળ જતા ઇકો મોટર કાર નં. જી.જે. એ.બી. 6562 ના ચાલકએ એસટી બસને રોકાવી ડ્રાઇવર પુનાભાઇને કહેલ કે, તું કેમ આવી રીતે કેમ બસ ચલાવે છે બસ ચલાવતા આવડે છે કે કેમ ? આ અરસામાં ઇકો કારમાંથી બે શખ્સોએ ઉતરી બીભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો માર રોડ પર પછાડી દઇ યુનીફોર્મ ફાડી નાંખેલ હતો. આ ત્રણેય પૈકી એક તું મને ઓળખે છે ખાતામાં છું તેમ કહી કંડકટરને બસમાંથી ઉતરતા નહીં નહીંતર જાનથી મારી નાંખીશું તેવી ઘમકી આપેલ હતી.

આ સમયે આજુબાજુમાંથી વાડીવાળા અને બસમાં સવાર પેસેન્‍જરોએ વચ્‍ચે પડી છોડાવેલ હતા. ત્‍યારબાદ હોસ્‍પીટલના બિછાનેથી એસટીના ડ્રાઇવર પુનાભાઇએ ઇકો કારના ચાલક મહેશ રણમલ પીઠીયા સામે ફરીયાદ નોંઘાવતા પોલીસે ફરજમાં રૂકાવટની આઇપીસી કલમ 332, 186, 504, 506(2), 114 મુજબ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.

આ મામલે તપાસ કરી રહેલ પીએસઆઇ ડી.જે.કડછાએ જણાવેલ કે, એસટી ડ્રાઇવરને ઘમકી આપનાર અજાણ્‍યા શખ્‍સની ઓળખ મેળવવા એસટીના ડ્રાઇવરને નિવેદન નોંઘાવવા બોલાવવામાં આવેલ છે. જયારે આરોપી ઇકો કારનો ચાલક હોસ્‍પીટલમાં દાખલ થયેલ હોય જેની પુછપરછ હવે હાથ ઘરવા તજવીજ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો