તાકીદ:રોગના લક્ષણ, સંક્રમણ જણાય તો બાળકને શાળાએ ન મોકલો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.1 થી 12માં શૈક્ષણિક કાર્યમાં સાવચેતી રાખવા તાકીદ

ધોરણ 1 થી 12માં પ્રત્યક્ષ શિક્ષણ તો શરૂ કરી દેવાયું છે પરંતુ હાલ ખાસ સાવચેતી રાખવા સરકાર દ્વારા જણાવાયું છે. આ અંગે ડીઇઓ આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગના અધિક સચિવ ભાવેશ એરડાએ કેટલીક તકેદારી રાખવા તાકીદ કરી છે. આમાં જણાવાયું છે કે, જો બાળકને કોઇપણ રોગ કે સંક્રમણના ચિન્હ દેખાય તો વાલીઓ આવા બાળકોને સ્કૂલે ન મોકલે જેથી અન્ય બાળકોમાં સંક્રમણ થતું અટકાવી શકાય.

શાળામાં જો કોઇ બાળકમાં રોગના ચિન્હ જણાય તો જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરજીયાત જાણ કરવાની રહેશે.​​​​​​​ બાદમાં સ્થાનિક આરોગ્ય તંત્રનો સંપર્ક કરી પગલાં લેવાના રહેશે. તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે વેક્સિનના બન્ને ડોઝ લેવા જરૂરી છે. ઓફલાઇન સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...