તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતીની જમીન બંજર બનવાની ભિતી:દરિયાકાંઠાથી 10 કિમીમાં ખાણ, રેતીની લીઝ ન આપો

જૂનાગઢ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 100 ફૂટ ઉંડું ખોદકામ થતા દરિયાનું પાણી આગળ વધી રહ્યું છે
 • દરિયાના પાણીથી ખેતીની ફળદ્રુપ જમીન બંજર બનવાની ભિતી

રેતીની લીઝ અને પથ્થરની ખાણોમાં 100 ફૂટ સુધી ખોદકામ થઇ રહ્યું હોય દરિયાકાંઠાના વિસ્તારોની જમીનમાં ખારૂં પાણી ઘુસી રહ્યું છે. પરિણામે ખેતીની જમીન બંજર બની જવાની ભિતી વ્યકત થઇ રહી છે. આ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રી વી.ટી. સીડાએ જણાવ્યું છે કે, માળીયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે કોઇપણ પ્રકારની મંજૂરી વિના લીઝ ચાલી રહી છે. અહિં ખાણો બેસાડી કેટલાક લોકો દ્વારા 100 ફૂટ ઉંડે સુધી પથ્થરોનું ખોદકામ કરવામાં આવે છે.

પરીણામે દરિયાનું ખારૂં પાણી ખેડૂતોની ફળદ્રુપ જમીનમાં આવી જતા આ જમીન બંજર બની જશે. ત્યારે ગાંધીનગર સ્થિત ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, ખેતીની ફળદ્રુપ જમીનને બંજર બનતી અટકાવવા માટે દરિયાકાંઠાના 10 કિમી દૂર સુધીના વિસ્તારમાં પથ્થરોની ખાણ તેમજ રેતીની લીઝને મંજૂરી આપવામાં ન આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો