એવોર્ડ સમારંભ:દિવ્ય ભાસ્કર એમિનન્સ એવોર્ડ-21સમારોહ આજે સાસણમાં યોજાશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમેશભાઈ ઓઝા, ભીખુદાનભાઇ ગઢવી મહાનુભાવોની ઉપસ્થિતિ

દિવ્ય ભાસ્કરના એમિનન્સ એવોર્ડ 2021 સમારોહનું 7 ઓગસ્ટ શનિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સોરઠ, સૌરાષ્ટ્ર અને કચ્છના ગણમાન્ય મહાનુભાવોને રમેશભાઈ ઓઝા, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીના હસ્તે સન્માનિત કરવામાં આવશે.

મેંદરડા- સાસણ રોડ પર માલકણા ખાતે આવેલા વિશાલ ધ ગ્રીન વૂડ રિસોર્ટસ ખાતે સાંજે 5.00 કલાકે એમિનન્સ એવોર્ડ સમારોહ શરૂ થશે. આ કાર્યક્રમના એેસો. સ્પોન્સર આદિત્ય ગ્રૂપ, આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ, કો સ્પોન્સર પાટીદાર પ્રોડકટસ,ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને વેન્યૂ પાર્ટનર તરીકે વિશાલ ધ ગ્રીન વૂડસ રહેશે. એવોર્ડ સમારોહમાં ગંગાવેર હાઉસ, ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લી., એન. આર. વેકરિયા ઈન્સ્ટિટયુટ, કે.ડી. ભીંડી જવેલર્સ, ઓમ એજ્યુકેશન, સાંઈ ડેન્ટલ હોસ્પિટલ, એડવોકેટ જગદીશભાઇ મોતીવરસ, એડવોકેટ રોહનભાઈ વૈદ્ય, સિલ્વર સી ફૂડ, હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, નોબલ ગ્રૂપ ઓફ ઈન્સ્ટિટયુટ, નોવેલ્ટી ફર્નિચર, નિધિ કન્સ્ટ્રકશન કાું. એપલ બેસન, કેવલ ફોમ, નીલકંઠ જવેલર્સ, યુનિક આઈવીએફ સેન્ટર, પારસ વલ્લભભાઇ શાહ, ડ્રીમ ઈન્ટરનેશનલ સ્કૂલ, પૂજન ઈન્ફ્રા,ધી વેરાવળ પીપલ્સ કો- ઓપરેટિવ બેન્ક લી., સોમનાથ સાયન્સ એકેડેમી, સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રા.લી., શ્રી સરદાર પટેલ એજયુ. ટ્રસ્ટ ,બાલાજી એજયુકેશનને સન્માનિત કરાશે.

આ ઉપરાંત રાજભા ગઢવી, ક્રિકેટર જયદેવ અનડકટ, જય છનિયારા, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, ઇન્દ્રભારથી બાપુ, મુક્તાનંદ બાપુને ગેસ્ટ એવોર્ડથી સન્માનિત કરાશે. સમગ્ર કાર્યક્રમ કોવિડની ગાઈડલાઇન અનુસાર યોજાશે. આમંત્રીત મહેમાનોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...