તંત્રની બેદરકારી:18 થી વધુ ઉંમરનાને કોરોના વેક્સિનમાંથી જિલ્લો બાકાત

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન કાર્યક્રમ શરૂ કરવા આપની રજૂઆત

18 થી વધુના ઉંમરના લોકોને અપાતી કોરોના વેક્સિનમાંથી જૂનાગઢ શહેર અને જિલ્લાની બાદબાકી કરાઇ છે. ત્યારે શહેર અને જિલ્લામાં વેક્સિન શરૂ કરવા રજૂઆત કરાઇ છે. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાવેશ કાતરીયાએ જૂનાગઢના પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયા, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમાને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, 8 પૈકી 7 કોર્પોરેશનમાં 18થી વધુની ઉંમર ધરાવતા લોકોને કોરોના વેક્સિન અપાય છે. જ્યારે જૂનાગઢ જિલ્લો અને શહેરને તેમાંથી બાકાત રખાયું છે. ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ 18થી વધુની વય ધરાવતા લોકોને વેક્સિન અપાય તે મામલે સરકારમાં યોગ્ય રજૂઆત કરી પરિણામ લાવવા જણાવાયું છે.

ભાજપ મહામંત્રીની CMને રજૂઆત
દરમિયાન ભાજપ મહામંત્રી શૈલેષભાઇ દવેએ પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, કોરોના મહામારીમાં વેક્સિન જ સંજીવનીનું કામ કરે છે. દરમિયાન વેક્સિન માટે જે કોર્પોરેશન અને જિલ્લા જાહેર કર્યા છે તેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાનો સમાવેશ કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...