બહુજન વિકાસ ફોજ જુનાગઢ જિલ્લા ટીમ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીનું મોમેન્ટો અને ફૂલહાર આપી સન્માન કરાયું હતું.જિલ્લા અધિક્ષક દ્વારા પોતાની કર્મનિષ્ઠા અને ફરજ પ્રત્યેની વફાદારીથી તમામ લોકોને સાંભળવા અને પૂરેપૂરો ન્યાય મળે તેવો સાથ સહકાર આપી દરેક લોકોને સાંભળતા એવા વ્યક્તિત્વ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડનાર જૂનાગઢ જિલ્લા એસ.પી ની કામગીરીને સો સો સલામ છે .
પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લા માં જ્યારે કોઈ પણ બનાવ બન્યો હોય ત્યારે ત્યારે લોકોને સાંભળી અને પૂરો ન્યાય મળે એવા કાર્યો કરેલા છે. ઘણા બનાવો અમારી નજર સમક્ષ અને આ બનાવો ને પુરે પૂરો ન્યાય આપેલો હતો.
જુનાગઢ જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓને નેસ્તો નાબૂદ કરવા જુનાગઢ જિલ્લા એસપી હંમેશા તત્પર રહ્યા છે. ત્યારે ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને નિર્દોષ લોકો દંડાઈ નહીં તેનું પણ એસપી રવિ તેજા વાસણ શેટ્ટી દ્વારા પૂરતો સહકાર આપવામાં આવ્યો છે. અરજદારોના પ્રશ્નોને લઈ તાત્કાલિક એક્શન લઈ આરોપી પર તાત્કાલિક કાર્યવાહી પણ કરેલી એક સારા અને ઉમદા વ્યક્તિત્વનું બહુજન વિકાસ ફોજ જૂનાગઢ જિલ્લા ની ટીમે રવિ તેજા વાસમ શેટ્ટીનું સત્કાર અને સન્માન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લા એસપી રવિ તેજા વાસણ શેટ્ટીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર જે રીતે અભ્યાસ કર્યો છે પોતાની કારકિર્દી ગરબા મહેનત કરી છે અને હાલ તેમની પ્રેરણાથી જે શિક્ષણને વેગ મળી રહ્યો છે તે દરેક સમાજના લોકોએ પોતાના બાળકોને શિક્ષણ પ્રત્યેની જાગૃતતા કેળવવી જોઈએ. જો શિક્ષણ હશે તો દરેક વ્યક્તિ પોતાનું જીવન ઉચ્ચ વિચારોથી અને લોકો વચ્ચે રહી બીજાને મદદરૂપ થઈ જીવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.