બરતરફીની કાર્યવાહી:સુત્રાપાડામાં રામનવમીનું બેનર ફાડવાનો મામલો, ભાજપના નગરસેવકને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જિલ્લા પ્રમુખે નોટિસ ફટકારી

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના નગરસેવક યુનુસ મલેક - Divya Bhaskar
ભાજપના નગરસેવક યુનુસ મલેક
  • સુત્રાપાડા પાલિકાના ભાજપના નગરસેવકના પુત્રોના કૃત્‍યને લઇ હિન્‍દુ સંગઠનોની ચીમકી આપ્‍યા બાદ સી.આર.પાટીલની સુચનાથી બરતરફની નોટિસ ફટકારી

ગીર સોમનાથના સુત્રાપાડા શહેરમાં રામવનમી તહેવાર ટાણે જ ધાર્મિક લાગણી દુભાવવાની સાથે કાયદો-વ્‍યવસ્‍થા ભંગ કરનાર ભાજપના નગરસેવકના બે પુત્ર સામે ગુનો નોંઘાયો હતો. જેને લઇ વિહિપ અને બજરંગ દળે ભાજપના નગરસેવકને બરતરફ કરવાની કરેલ માંગને લઇ ભાજપ પક્ષે એક્ટિવ થઇને જીલ્‍લા ભાજપ પ્રમુખે બરતરફની નોટિસ ફટકારી દિવસ સાતમાં જવાબ આપવા જણાવ્‍યુ છે. આ નોટિસ પ્રદેશ પ્રમુખ પાટીલની સુચનાથી આપવામાં આવી હોવાનો નોટિસમાં ઉલ્‍લેખ પણ છે. આ મામલે હિન્‍દુ સંગઠનોના આકરા તેવરોને લઇ અંતે ભાજપ પક્ષના સંગઠને એક્ટિવ થઇ કાર્યવાહી કરવી પડી હોવાનો તાલ જોવા મળી રહ્યો છે.

રામનવમીના એક દિવસ અગાઉ સુત્રાપાડા શહેરમાં ઉજવણીના લગાવાયેલ બેનરો કોઇ શખ્‍સોએ ફાડી નાખ્‍યા હતા. જેને લઇ હિન્‍દુ સંગઠનો અને લોકોમાં રોષ પ્રર્વતેલ હતો. આ મામલે પોલીસે તાબડતોડ તપાસ હાથ ઘરી હતી. જેમાં આ કૃત્‍ય કરનાર સુત્રાપાડાના જ સિરાજ યુનુસ મલેક, શાહબુદ્દિન યુનુસ મલેક, અરબાજખાન રસુલખાન પઠાણ, જાહીબ ઉર્ફે માહિર જહાંગીર મલેકને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પોલીસે પકડેલા આરોપીઓ પૈકીના સિરાજ યુનુસ મલેક અને શાહબુદ્દિન યુનુસ મલેકના પિતા યુનુસભાઈ મલેક વર્તમાન સુત્રાપાડા નગરપાલિકાના વોર્ડ નં.2 માંથી ભાજપ પાર્ટીના ચાલુ નગરસેવક હોવાનું સામે આવતા મામલો ફરી ગરમાયો હતો. જેને લઇ વિહિપ-બજરંગ દળ દ્રારા ભાજપ પક્ષને પત્ર લખી નગરસેવકને બરતરફ કરવા માંગ કરી હતી.

જેને લઇ એક્ટિવ થઇ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સુચનાથી ભાજપના જીલ્‍લા પ્રમુખ માનસીંગ પરમારએ સુત્રાપાડાના ભાજપના નગરસેવક યુનુસ મલેકને બરતરફની નોટીસ ફટકારી હતી. જેમાં જણાવેલ કે, આપ ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર ચૂંટાયેલ સુત્રાપાડા નગરપાલિકાના સદસ્ય છો. આપના પરિવારના દીકરાઓ શાહબુદ્દીન મલેક અને સિરાજ મલેક તા.7 એપ્રિલના રોજ સુત્રાપાડા શહેરમાં ધાર્મિક લાગણી દુભાવવાના તથા કાયદો-વ્યવસ્થા ભંગ કરવાના ગુનાહિત ષડયંત્રમાં આરોપી છે. આપ તથા આપના પરિવારના પક્ષ વિરોધી ગુનાહિત કૃત્ય માટે આપને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તે અંગેની કારણદર્શક નોટીસ પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી અત્રે આપવામાં આવે છે. આ નોટીસનો ખુલાસા સાથે જવાબ દિન-7 માં મોકલી આપવા સૂચના છે. નહીંતર આપને પક્ષમાંથી બરતરફ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...