તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:527.58 લાખની પુરાંત વાળું જિલ્લા પંચાયતનું બજેટ મંજૂર

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોઇપણ વેરો વધાર્યા વિનાનું બજેટ: શાંતાબેન ખટારિયા
 • 1416.23 લાખની આવક સામે 888.75 લાખના ખર્ચની જોગવાઇ

જૂનાગઢ જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુુખ શાંતાબેન ખટારીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની મર્યાદિત આવક હોવા છત્તાં પણ કરકસર યુક્ત વહિવટ કરી વિકાસના કામો કરવામાં આવશે. જ્યારે જિલ્લાની ગ્રામ્ય પ્રજા પર કોઇપણ પ્રકારના નવા કરવેરા લગાવ્યા વિના બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. દરમિયાન 2021 -22ના બજેટમાં જિલ્લા પંચાયતની સ્વભંડોળની સુચિત આવક 471. 87 લાખની છે, જ્યારે ખુલતી સિલક 944.46 લાખની મળી કુલ 1416.33 લાખની સામે 888.75 લાખના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે.

પરિણામે વર્ષના અંતે 527.58 લાખની પુરાંત રહેશે. ખાસ કરીને કોરોના મહામારીના કપરા સમયમાંથી પસાર થતી ગ્રામ્ય જનતા પર કરવેરાનું ભારણ ન વધારવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, આ બજેટ નવા કરવેરા વધારા વગરનું બજેટ હોય ઓછી આવક હોવા છત્તાં દરેક ક્ષેત્રે વિકાસમાં મહત્તમ લાભ આપવાનો આ બજેટમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સમિતીની રચના કરાઇ
બજેટ દરમિયાન વિવિધ સમિતીની રચના કરવામાં આવી છે. કારોબારી સમિતીના અધ્યક્ષ તરીકે કંચનબેન ડઢાણીયાની, અપીલ સમિતીના અધ્યક્ષ તરીકે શાંતાબેન ખટારીયાની, જાહેર બાંધકામ સમિતીના અધ્યક્ષ તરીકે દિલીપભાઇ સિસોદીયાની, સિંચાઇ અને સહકાર સમિતીના અધ્યક્ષ તરીકે અતુલભાઇ ઘોડાસરાની, ખેતીવાડી પશુપાલન સમિતીના અધ્યક્ષ તરીકે નિર્મળાબેન બુસાની, આરોગ્ય સમિતીમાં અધ્યક્ષ તરીકે પ્રવિણભાઇ પટોળીયાની, શિક્ષણ સમિતીમાં અધ્યક્ષ તરીકે મધુબેન સાવલીયાની, મહિલા અને બાળ વિકાસ સમિતીમાં અધ્યક્ષ તરીકે લાભુબેન ગુજરાતીની, સામાજિક ન્યાય સમિતીમાં અધ્યક્ષ તરીકે જીવાભાઇ સોલંકીની અને બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ સમિતીમાં સોમાતભાઇ વાસણની વરણી કરવામાં આવી છે.

વિકાસ કામો માટેની આ જોગવાઇ
જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને તેમના વિસ્તારના વિકાસ કામો માટેની જોગવાઇમાં 60 લાખ સહિત જિલ્લા પંચાયત વિસ્તારના અન્ય વિકાસ કામો માટે વિકાસ ક્ષેત્રે 223 લાખની જોગવાઇ કરાઇ છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે 200 લાખ, આરોગ્ય ક્ષેત્રે 57.10 લાખ, બાંધકામ ક્ષેત્રે 109.50 લાખ, કૃષિ, પશુપાલન અને સિંચાઇ ક્ષેત્રના કામો માટે 20 લાખની જોગવાઇ, પછાત વર્ગના અનુસુચિત જાતિ, જનજાતિના લોકોના સર્વાંગી વિકાસ માટે 60 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

સરકારી યોજનાનો લાભ આપવા પ્રયાસ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્ર સરકારની જે યોજના બહાર પાડવામાં આવી છે તે તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્ય સરકારની જે યોજના બહાર પાડવામાં આવી છે તે યોજનાના લાભો છેક છેવાડાના અંતરિયાળ ગામડાના લોકોને પણ મળે તેવા સતત પ્રયાસો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો