તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ભેંસાણ કોર્ટનો ચેક રિટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી ડિસ્ટ્રીક્ટ કોર્ટ

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભેંસાણ કોર્ટે ચેક રિટર્ન કેસમાં કરેલ સજા અને દંડનો હુકમ વિસાવદર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટે રદ કર્યો છે. જ્યારે શિક્ષામાંથી મુક્તિ તેમજ ભરેલ દંડની રકમ વ્યાજના 7 ટકા સાથે પરત કરવા પણ હુકમ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ ભેંસાણના અશ્વિનભાઇ સમજુભાઇ ભેંસાણીયા સામે ચેક રિટર્નનો કેસ થયો હતો. આ કેસમાં ભેંસાણ કોર્ટે તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા તેમજ 1,90,000નો દંડ અને દંડની રકમમાંથી 1,80,000 વળતર તરીકે ચુકવવા તેમજ દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો ભેંસાણના જ્યુડીશ્યલ મેજીસ્ટર ફર્સ્ટ કલાસે હુકમ કર્યો હતો.

આ હુકમ સામે વિસાવદર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. અપીલમાં એડવોકેટ પંકજભાઇ રૂપાપરા, અમીતભાઇ ડોબરીયા અને ઝેડ.વી. હોથે એપલેન્ટ તરફે દલીલ કરી હતી. દરમિયાન બન્ને પક્ષની દલીલ સાંભળી ડિસ્ટ્રીક એન્ડ સેશન કોર્ટના જ્જે ભેંસાણ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસના હુકમને રદ કર્યો હતો. જ્યારે અશ્વિનભાઇ ભેંસાણીયાને શિક્ષાપાત્ર ગુનામાંથી નિદોર્ષ છોડી મુકવા સાથે એપલેન્ટે દંડની જમા કરાવેલ રકમ રિસ્પોન્ડ બેન્કના 7 ટકા વ્યાજ સાથે પરત કરવા પણ હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...