તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • District Corona Report 2 Out Of 4 Cases Discharged, 2 Active, In The Second Round In Mangrol, Health Checkup Of 78 People Was Done In 20 Houses.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહાઆપતિ:જિલ્લાનો કોરોના રિપોર્ટ - 4 માંથી 2 કેસ ડિસ્ચાર્જ થયા, 2 એક્ટિવ, માંગરોળમાં બીજા રાઉન્ડમાં 20 ઘરમાં 78 લોકોનું હેલ્થ ચેકઅપ કરાયું

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 7 સેમ્પલ હતા નવા 8 લેવાતા 15 થયા : 7નો રિપોર્ટ નેગેટિવ, 8 રિપોર્ટ પેન્ડીંગ

જૂનાગઢ જિલ્લામાં કુલ 4 કોરોના પોઝિટીવ કેસ આવ્યા હતા. જોકે, તેમાંથી 2 ને ડિસ્ચાર્જ કરી દેવાતા હવે 2 કેસ એક્ટિવ રહ્યા છે. દરમિયાન તંત્ર દ્વારા સેમ્પલ લેવાની કામગીરી જારી રાખવા ઉપરાંત માંગરોળમાં બીજા રાઉન્ડનું સર્વે કરવામાં આવ્યું છે. 
કોરોના એક્ટિવના કુલ 2 કેસ રહ્યા છે
જૂનાગઢ જિલ્લામાં ભેંસાણના તબીબ અને તેના પટ્ટાવાળાને કોરોના પોઝિટીવ આવ્યો હતો. બાદમાં મધુરમમાં અને માંગરોળમાં પણ એક એક પોઝિટીવ કેસ નોંધાયા હતા. જોકે, ભેંસાણના તબીબ અને તેના પટ્ટાવાળાનો ફરી રિપોર્ટ કરાવતા નેગેટીવ આવતા બન્નેને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. આમ, હવે જૂનાગઢ જિલ્લામાં માત્ર મધુરમનો એક અને માંગરોળનો એક મળી કોરોના એક્ટિવના કુલ 2 કેસ રહ્યા છે. 
22 વ્યક્તિઓને પ્રાઇવેટ ફેસેલીટી  ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે
દરમિયાન કુલ 7 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ હતો જેમાં બુધવારે વધુ 8 સેમ્પલ લેવાતા કુલ 15 સેમ્પલ થયા હતા. બાદમાં 7 નો રિપોર્ટ નેગેટીવ આવતા હવે બુધવારે લેવાયેલા 8 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે. જ્યારે માંગરોળમાંથી પોઝિટીવ કેસ મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે સતત કામગીરી જારી રાખી છે. માંગરોળમાં બીજા રાઉન્ડની સર્વેની કામગીરીમાં આરોગ્ય ટીમે  20 ઘરોના 78 લોકોના હેલ્થનું ચેકઅપ કર્યું છે. જ્યારે દર્દીના સંપર્કમાં આવેલા 22 વ્યક્તિઓને પ્રાઇવેટ ફેસેલીટી  ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે.
જૂનાગઢ મનપાએ 3,700નોદંડ લીધો 
સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા મનપાની 3 ટીમે કાર્યરત છે. દરમિયાન આ ટીમે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ 31 વ્યક્તિઓ પાસેથી 3,700 નો દંડ વસુલ કર્યો છે.
લોકડાઉનનાં 50 દિવસ બાદ અમરેલીમાં પ્રથમ પોઝિટીવ કેસ
અમરેલી તાલુકાના ટીંબલા ગામના અને હાલ સુરતના સના રોડ વિસ્તારમા રહેતા 67 વર્ષીય વૃધ્ધાને તાવ અને શરદીના લક્ષણો જણાતા બપોરે 1:30 કલાકે અમરેલી સિવીલ હોસ્પિટલના કોરોના વોર્ડમા શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરવામા  આવ્યા હતા. રાત્રે શ્વાસ લેવામા તકલીફ થતા ઓકસીજન પર રખાયા હતા અને આજે સવારે ભાવનગર લેબમાથી તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે મહત્વપુર્ણ વાત એ છે કે સુરતથી આવેલા આ વૃધ્ધા પોતાના ઘરે પણ ગયા નથી. સુરતથી સીધા જ કવોરેન્ટાઇન સેન્ટરમા અને ત્યાંથી સિવીલ હોસ્પિટલમા દાખલ કરાયા છે. આ વૃધ્ધા સાથે સુરતમા સંપર્કમા આવેલા લોકો અંગે પણ ત્યાંના વહિવટી તંત્રને અહીથી જાણ કરાઇ હતી.
પોરબંદરમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયો
પોરબંદર જિલ્લો ગ્રીનઝોનમાં આવ્યા બાદ આજે એક આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આધેડ પોતાના અને મિત્રના પરિવાર સાથે મુંબઈથી પોરબંદર આવ્યા બતા, અને આ આધેડને તાવ આવતા સવોબનો નમૂનો લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સીવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. મુંબઈમાં કોરોના ની સંખ્યા વધતા તા. 8/ 5 ના રોજ પોરબંદર આવ્યા હતા. આ આધેડ ને ડાયાબિટીસની બીમારી હતી, અને તાવ આવ્યો હતો, જેથી હોસ્પિટલમાં સારવાર માટે આવતા આ આધેડ નો સવોબનો નમૂનો લેવામાં આવ્યો હતો.જે રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આ આધેડને સિવિલના આઇસોલેશન વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો