તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેફ્ટી કિટ:પ્લાસ્ટિક વિણતા શ્રમજીવીઓને મનપામાં સેફ્ટી કિટનું વિતરણ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપાની યાદીમાં કુલ 119 રેગ પીકર્સ છે

જૂનાગઢ શહેરમાં પ્લાસ્ટિક વિણતા શ્રમજીવીઓને મનપાના દ્વારા સેફ્ટી કિટનું વિતરણ કરાયું હતું. મનપા ખાતે કમિશ્નર રાજેશ તન્નાની ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં મેયર ધીરૂભાઇ ગોહેલના હસ્તે રેઇનકોટ, હેન્ડ ગ્લોવ્ઝ,માસ્ક, બુટ, ચપ્પલ વગેરેની સેફ્ટી કિટ અપાઇ હતી. મનપામાં નોંધાયેલા કુલ 119 રેગ પીકર્સ છે જેને ઓળખપત્ર પણ આપવામાં આવ્યા છે.

પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અંતર્ગત આ શ્રમજીવીઓને કામ સોંપાય છે જેમના દ્વારા તેમને આવક પણ થતા આર્થિક ઉન્નતિ પણ થાય છે. શહેરમાંથી એકત્રિત થયેલ પ્લાસ્ટિક વગેરે મનપાના નક્કી કરેલા કલેકશન સેન્ટરમાં જમા કરાવે તો મળવાપાત્ર રકમ મળશે. ઉપરાંત કલેકશન સેન્ટરના રેકર્ડ મુજબ વ્યક્તિ દિઠ એક કિલો પ્લાસ્ટિકના રૂપિયા 3 લેખે ગણી દર 15 દિવસે સબસિડી પણ અપાશે જે શ્રમજીવીઓના બેન્ક ખાતામાં જમા કરાશે. આ તકે નદી, નાળા, પાણી નિકાલના સ્ત્રોતમાં પ્લાસ્ટિકના કારણે પાણી નિકાલ અટકે નહી તે માટે યોગ્ય કામગીરી કરવા પણ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...