સેવાની કામગીરી:કોરોનામાં માતા,પિતા ગુમાવનાર 18 બાળકોને ફ્રિ સાઇકલ વિતરણ

જૂનાગઢ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 28 બાળકોને સાઇકલનું વિતરણ કરાયુ હતુ
  • કડવા પટેલ નોર્થ અમેરિકા દ્વારા કરાઇ સેવાની કામગીરી

કોરોનામાં માતા, પિતા ગૂમાવનાર 28 બાળકોને અગાઉ ફ્રિમાં સાઇકલનું વિતરણ કરાયા બાદ વધુ 18 બાળકોને સાઇકલ વિતરણ કરાઇ છે. આ અંગે પરબત લક્ષ્મણ પટેલ સમાજના મુકુંદભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી દ્વારા વિનામુલ્યે સાઇકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોરોનામાં માતા, પિતા ગૂમાવનાર 18 બાળકોને કડવા પટેલ નોર્થ અમેરિકા દ્વારા ફ્રિમાં સાઇકલ અપાઇ હતી.અગાઉ આજ રીતે 28 બાળકોને ફ્રિમાં સાઇકલ અપાઇ હતી.

આમ, કુલ 46 બાળકોને ફ્રિમાં સાઇકલ અપાઇ છે. પરિણામે બાળકોને સ્કૂલે અભ્યાસ અર્થે પગપાળા જવામાંથી મુક્તિ મળશે. આ તકે મલ્ટિ સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ દ્વારા આરોગ્ય કિટ સાથે આ બાળકો 24 વર્ષના થાય ત્યાં સુધી આોરગ્ય સેવા ફ્રિ આપવાની સહમતિ દર્શાવી હતી. કાર્યક્રમમાંપી.એમ. આટોદરીયા, આર.સી. મહિડા, કીશોરભાઇ, જમનભાઇ ઝાલાવાડીયા, ભાવિનભાઇ છત્રાળા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...