સહાય:જિલ્લામાં ભારે વરસાદમાં નુકસાની પેટે 4.70 લાખની સહાયનું વિતરણ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં માનવ ઇજા,કાચા-પાકા મકાનને નુકસાન, પશુ મૃત્યુના 89 કેસ

જૂનાગઢ સહિત રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના પગલે માનવ જનજીવનની સાથે પશુઓને નાની- મોટી અસર પહોંચી છે. ઉપરાંત કાચા-પાકા મકાન ધરાશાયી થવાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર પણ ભારે વરસાદની સ્થિતિના પગલે સાબદું બન્યું છે. આ સ્થિતિમાં છૂટ- મૂટ ઘટનાઓમાં પણ ત્વરિત રાહત-બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે તાબડતોબ તંત્ર દ્વારા નુકસાની પેટેની સહાય ચૂકવવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લામાં 1 જૂનથી લઇને 11 જૂલાઇ સુધીમાં માનવ ઈજાના 13 કેસમાં રૂપિયા 55,900, કાચા મકાનના અંશત: નુકસાનના 50 કિસ્સામાં 1.60 લાખ, પાકા મકાનના અંશત: નુકસાનના 20 કેસમાં 1.04 લાખ અને પશુ મૃત્યુના 6 કેસમાં 1.51 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. આમ, જિલ્લા પંચાયત દ્વારા કુલ 89 કેસમાં 4.70 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી ભારે વરસાદની સ્થિતિ સમિક્ષા કરાઇ હતી અને નુકસાનીમાં વળતર ચૂકવવા સૂચના અપાઇ હતીજેને પગલે આ કામગીરી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...