તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:1,000ની સામે 1,189 ગળોના વૃક્ષનું વિતરણ, વાવેતર કરાયું

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી આયુર્વેદિક કોલેજ દ્વારા કામગીરી
  • કોરોનામાં અપાતી સંશમની વટી ગળોમાંથી બને છે

સરકારી આયુર્વેદ કોલેજ, જૂનાગઢ દ્વારા 1,000ની સામે 1,189 ગળોનું વિતરણ અને વાવેતર કરાયું છે. આ અંગે સરકારી આયુર્વેદ કોલેજના પ્રો. (વૈદ્ય) હરિઓમ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસ 2021 અંતર્ગત સરકારી આયુર્વેદ કોલેજ દ્વારા 1,000 ગળો વાવેતર માટે ફ્રિ માં વિતરણ શરૂ કરાયું હતું. જોકે, 20 મેથી શરૂ કરાયેલા અને 5 જૂન સુધીના આ અભિયાનને જૂનાગઢની જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો જેના પરિણામે 1,000ની સામે 1,189 ગળોનું વિતરણ કરાયું છે.

ખાસ કરીને કોરોના મહામારીથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલય દ્વારા સંશમની વટીના ઉપયોગની સલાહ અપાઇ હતી. બાદમાં ગુજરાત સરકારે બહોળી સંખ્યામાં સંશમની વટીનું વિતરણ કર્યું હતું. આ સંશમની વટી જેમાંથી બને છે તે આયુર્વેદિક ઔષધિ એટલે ગળો જેનું ફ્રિમાં વિતરણ કરાયું છે. આ અભિયાનમાં સરકારી આયુર્વેદ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ પ્રો. વૈદ્ય અલ્પેશભાઇ જારસણીયા તેમજ આરતીબેન રૂપાણી, માળી બાવનજીભાઇ, વિદ્યાર્થીઓ પૂનમબેન, ભૂમીબેન ગઢીયા, ભૂમિબેન ચૌહાણ, પલક તેમજ અન્ય વિદ્યાર્થીઓનો સહકાર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...