કોંગ્રેસમાં ભંગાણ શરૂ:માંગરોળ શહેર કોંગ્રેસમાં ભંગાણ, પાલિકા સભ્યે રાજીનામું ધરી દેતાં અનેક તર્ક-વિતર્ક

માંગરોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોના કામ ન થતાં, એકહથ્થુ શાસન ચાલતું હોવાનો સભ્યનો આક્ષેપ

માંગરોળ શહેરમાં કોંગ્રેસમાં ભંગાણ શરૂ થયું છે. ચાર મહિના પહેલા શહેર કોંગ્રેસ મહામંત્રી, ન.પા.સદસ્યએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આજે નગર પાલીકામાં કોંગ્રેસના સિમ્બોલ પરથી ચુંટાયેલા વધુ એક સભ્યએ રાજીનામું ધરી દેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જ્યારે હાલમાં ન.પા. પ્રમુખ મો.હુસેનભાઈ ઝાલાની પેનલમાં વોર્ડ નં.8માં ચુંટાયેલા અમીનાબેન હુસેનશા જલાલીએ રાજીનામું આપતાં રાજકીય માહોલ ગરમાયો છે.

વોર્ડ નંબર 8ના સભ્યએ ન.પા.ચીફ ઓફીસર, કલેકટર સહિતનાને લેખિતમાં જણાવ્યું છે, કે ન.પા.માં પ્રમુખ, ઉ.પ્ર.ની ચૂંટણી વખતે કોંગ્રેસે ભાજપ સાથે ગઠબંધન કર્યા બાદ લોકોના કોઈપણ પ્રકારનાં કામ જ થતાં ન હોવાની ફરિયાદો ઉઠી છે. ઉપરાંત આજ સુધી ન.પા.માં કોઈપણ સમિતિની રચના થઈ નથી અને એકહથ્થુ શાસન ચાલતું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. આથી કોંગ્રેસને વધુ એક આંચકો લાગતા માંગરોળનું રાજકારણ ગરમાયું છે.

શેરગઢ વોર્ડ નં.8ના ઉમેદવારને એક પણ મત ન મળ્યો
કેશોદ તાલુકાનાં શેરગઢ ગામે ગ્રામ પંચાયત ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના સભ્ય ઇશ્વરભાઇ પ્રકાશભાઇ વાળાને શુન્ય મત મળ્યાં હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે માલધારી સેલ તાલુકા પ્રમુખ મુળુભાઇ ગળચરે જણાવ્યું હતું, કે જીત મેળવેલા ઉમેદવાર વોર્ડ નાં.8ના હોય તેઓ બિન હરીફ થાય તેમ હતા.

પરંતુ 0 મત મેળવનાર વોર્ડ નં.10ના આયાતી ઉમેદવારે છેલ્લી ઘડિએ વોર્ડ નાં.8માંથી ફોર્મ ભર્યું હતું. જેને લઇને અગાઉ નક્કી થયા મુજબ બિન હરીફ થતાં ઉમેદવારને મતદારોએ એકતરફી મત આપ્યાં હતાં. જ્યારે 0 મત મેળવનાર વોર્ડ નં.10 ના હોય પોતે અને તેનો પરિવાર ઉમેદવારી કરી હોવા છતાં વોર્ડ નં.8માં મત આપી શક્યાં ન હતાં.

અન્ય સમાચારો પણ છે...