તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવીય અભિગમ રાખવા તાકીદ:જમીન રેકર્ડ સંબંધી નોંધનો સમય મર્યાદામાં નિકાલ કરો : કલેકટર

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધવા સહાય જેવી યોજનામાં માનવીય અભિગમ રાખવા તાકીદ કરી

જૂનાગઢ જિલ્લા કલેકટર કેચરીમાં મહેસુલ વિભાગનાં અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેકટરે જમીન રેકર્ડ સંબંધી નોંધોનો સમય મર્યાદામાં નિકાલ કરવા કહ્યું હતું જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને મહેસુલ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગામતળ નીમ કરવાની બાબતોને અગ્રતા આપવા સાથે તાલુકા પંચાયત, મામલતદાર કે પ્રાંત કક્ષાએ દરખાસ્ત પેન્ડીંગ હોય તો તેનો તાત્કાલીક નિકાલ કરવા જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

તેમજ વિધવા સહાય અને વૃધ્ધ સહાય જેવી સામાજિક કલ્યાણ સંબંધી યોજનાઓમાં માનવીય અભિગમથી તુરંત ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટરે સંબંધીત તમામને માર્ગદર્શન આપી તેમા બિનજરૂરી વિલંબ ટાળવા કહ્યું હતું. તેમજ વિવિધ કાયદા હેઠળના કેસોની સમીક્ષા કરી તેમાં પણ ઝડપ લાવવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે જમીન રેકર્ડ સંબંધી નોંધોનો સમય મર્યાદામાં નિકાલ કરવાની, રેવન્યું ઓફિસરોની બાબતને આવકારી ગુણવતયુક્ત સ્માર્ટ કામગીરીનો આગ્રહ રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...