તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસર્જન:કોરોના મૃત્યુ પામેલા 150 મૃતકોના અસ્થિનું દામોદરકુંડમાં વિસર્જન

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના 800 થેપલાની સેવા

કોરોના મહામારીમાં લોકો પોતાના જ સ્વજનોથી દૂર ભાગતા હતા ત્યારે આવા કપરા સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકો મદદે આવ્યા હતા. આવી જ એક અનેરી મદદ માણાવદરના યુવાનની હતી. માણાવદરમાં રહેતા મેહુલભાઈ મારૂ શાંતિ રથ ચલાવે છે. તેઓએ કોરોના કાળ દરમિયાન જોયું કે લોકો પોતાના જ સ્વજનોને અગ્નિદાહ કરતા ડરે છે. કોરોના મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને સ્મશાનમાં મૂકીને ચાલ્યા જાય છે. ત્યારે તેઓએ નોધારા થયેલા આ સ્વજનોને પીપીઇ કીટ પહેર્યા વગર જ અગ્નિદાન આપવાનું શરૂ કર્યું.

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજવો ડરના લીધે અસ્થિ લેવા પણ આવતા ન હતા. આવા આશરે 150 જેટલા મૃતકોની અસ્થિનુ તેઓએ પોતાના હાથે દામોદર કુંડમાં વિસર્જન કરી સાચા અર્થમાં સેવા કરી છે. મેહુલભાઈ કોરોના મહામારીમાં માણાવદરથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે વિનામૂલ્યે લાવતા તેમજ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને એક મહિના સુધી દરરોજ 800 થેપલાનું વિતરણ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...