તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી દિપડીનો મૃતદેહ મળી આવ્યો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે લાશને પીએમ માટે સક્કરબાગે મોકલી

જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા વન વિભાગે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે સક્કરબાગ ખાતે મોકલી આપ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ વિલીંગ્ડન ડેમમાં બુધવારે સવારે દિપડીની લાશ તરતી હોવાની જાણ થઇ હતી. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ ભગીરથસિંહ ઝાલા અને તેમની ટીમ તુરત દોડી ગઇ હતી. બાદમાં દિપડીના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સક્કરબાગ ખાતે મોકલાયો હતો. આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અંદાજે 7 થી 8 વર્ષથી દિપડી છે, જેનું ડેમમાં ડૂબી જતા મોત થયું છે. જોકે, મૃત્યુનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. કદાચ જંગલમાં પડેલા ભારે વરસાદથી પુરના પાણીમાં તણાઇને દિપડી ડેમ સુધી પહોંચી હોઇ શકે છે. દરમિયાન સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, દિપડીના શરીર પર ઇજાના ચિન્હો હતા જેથી એવું અનુમાન લગાવાઇ રહ્યું છે કે, દિપડી પાણી પીવા આવી હોય અને મગરે ફાડી ખાધી હોય.

અન્ય સમાચારો પણ છે...